કચ્છ / સામખિયાળી બ્રીજ ઉપર ટ્રેઇલર પલટતા ઓઇલ ઢોળાયું

The trailer overturned on the front bridge

  • 300 મીટર સુધી તેલ પ્રસરતાં ટ્રાફિક અવરોધાયો
  • નજીકના લોકો તેલ ભરવા તૂટી પડ્યા, સ્થાનિક પોલીસ ફરકી જ નહીં

Divyabhaskar.com

Nov 23, 2019, 10:46 AM IST
સામખિયાળીઃ સામખિયાળી નેશનલ હાઇવે આઠ ઉપરના બ્રીજ ઉપર જ ઉભેલા ટ્રેઇલરમાં અથડાયા બાદ એરંડા તેલના ડબ્બા ભરેલું ટ્રેઇલર પલટી મારી જતાં આ રોડ ઉપર તેલ વહી નિકળ્યું હતું. ઢોળાયેલું તેલ 300 મીટર સુધી ફેલાતાં આ બ્રીજ બંધ કરી દેવાયો હતો જેને લીધે ટ્રાફીક કલાકો સુધી અવરોધાયો હતો. સામખિયાળી પોલીસ મથક નજીક જ આ અકસ્માત થયો છતાં પોલીસ ઘટાનાસ્થળે ફરકી ન હતી અને સ્થાનિક લોકો તેલ ભરવા તૂટી પડ્યા હતા.
આ બનાવ પરોઢે પાંચેક વાગ્યાની આસપાસ બન્યો હતો જેમાં સામખિયાળી બ્રીજ ઉપર ખરાબ થયેલા જીજે-12-બીડબલ્યુ-1020 નંબરના ઉભા રહી ગયેલા ટ્રેઇલરમાં પાછળથી એરંડા તેલનો જથ્થો ભરીને આવી રહેલું જીજે-12-એડબલ્યુ-0830 નંબરનું ટ્રેઇલર ધડાકાભેર અથડાઇ પલટી મારી ગયું હતું. અકસ્માતમાં પેકિંગ તૂટી જતાં બ્રીજ ઉપર જાણે તેલની નદી વહી નિકળી હતી. 300 મીટર સુધીના રોડ પર તેલ ફેલાઇ જતાં બ્રીજ પરનો વાહન વ્યવહાર બંધ કરાયો હતો અને સર્વિસ રોડ પર વાહન વ્યવહાર વાળી દેવાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ચાલકને હોસ્પિટલ લઇ જવાયો હતો. આ અકસ્માતને પગલે આસ પાસ રહેતા સ્થાનિક લોકોએ તેલ ભરવા રીતસરની પડા પડી કરી હતી અને વાસણો, ડબ્રા,કેરબા જે મળે તે લઇને સ્થળ ઉપરથી તેલ ભર્યું હતું. તો આ બ્રીજ પર વાહન વ્યવહાર બંધ કરાતાં બધો લોડ સર્વિસ રોડ પર આવતાં ટ્રાફીક ખોરવાયો હતો. પોલીસ મથકની નજીક જ આ ઘટના બની છતાં પોલીસ ફરકી ન હતી.
બ્રીજ ચાલુ કરવામાં 10 કલાક જેટલો સમય લાગશે
આ અકસ્માત બાદ બ્રીજ ઉપર તેલ ફેલાઇ જતાં વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે, બ્રીજના રોડ પર ફેલાઇ ગયેલા તેલને સાફ કરવામાં જ આઠ થી દસ કલાક જેવો સમય નિકળી જશે, આ તેલ ઉપર માટી અને રેતી નાખી સાફ કરવું પડશે એકદમ તેલ સાફ થયા બાદ જ આ રોડ પરનો વાહન વ્યવહાર ચાલુ કરાશે જેથી અન્ય અકસ્માતો થતા નિવારી શકાય.
X
The trailer overturned on the front bridge

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી