તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રિ:હિંમતનગરના છાપરીયામાં મહાકાળી માતાજીના મંદિરે માનતાં પૂરી થતાં ભવાઇ - જાતરની પરંપરા

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાકાળી માતાની પાળે ચાંદી - માટી તાંબાના ગરબા વળાવાય છે

હિંમતનગર શહેરના છાપરીયામાં મહાકાળી મંદિર ખાતે નવરાત્રી, જાતર અને ઉજાણી ભક્તિ ભાવપૂર્વક ઉજવાય છે. અશોકભાઇ સથવારાએ જણાવ્યુ કે મહાકાળી માતાના અનેક પરચા મળ્યા છે. અમારા પૂર્વજોએ માતાજીનુ અહીં સ્થાપન કર્યું છે. પરિવારમાં પ્રથમ પુત્ર થયા પછી અને લગ્ન બાદ જાતર - ભવાઇની પરંપરા છે. અમે પુરૂષો જ જાતે જાતર કરીએ છીએ. જાતે જાતર કરવાની પરંપરા 1997 સુધી જળવાઇ રહી હતી હવે ભવાઇ કલાકારો આવે છે . આઠમના દિવસે માનતા મુજબ માટી, તાંબા અને ચાંદીના ગરબા માતાજીની પાળે મૂકવામાં આવે છે.

મંદિરની સ્થાપના 1933 માં થઇ હતી ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​
હિંમતનગરમાં જૂની સ્ટેટ બેંકના ખાંચામાં નોરાવાળા વિસ્તારમાં સથવારા - કડીયા સમાજની મહાકાળી માતાજીની દેરી આજે પણ છે સને 1930 ના અરસામાં પ્લેગ ફાટી નીકળતા મહારાજા સાહેબે ગામમાંથી મકાનો તોડી છૂટા છવાયા ગામથી દૂર રહેવા છાપરાની મંજૂરી સાથેના હુકમો કર્યા હતા. જેને પગલે આ વિસ્તારનું નામ પણ છાપરીયા થયુ અને ગામના સ્થાનકે થી માતાજીને છાપરીયા વિસ્તારમાં લઇ જઇ દેરી બનાવી. શ્રી હિંમતસિંહજી સાહેબ બહાદુરે તા.12-06-33 ના રોજ 6 પૈસા પ્રતિ ચો.ફૂટના ભાવે 192 ચો.ફૂટ જમીન રૂ.6 અને 6 આનામાં આપી હતી. ત્યારબાદ 1998 ના અરસામાં બે મકાન માલિકોએ મંદિરના વિકાસ માટે જમીન આપતા 1792 ચો.ફૂટમાં ભવ્ય મંદિર બનાવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો