તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકઆક્રોશ:જુહાપુરામાં 5 મકાનમાં ચોરી કરનાર ચોરને ઝડપી સ્થાનિકોએ ફટકાર્યો

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીચર્સ સોસાયટીની ઘટના, ઇજાગ્રસ્ત ચોર હોસ્પિટલમાં
  • 3 ઘર લાંબા સમયથી બંધ હોવાથી ચોરી કરવા ઘૂસ્યો હતો

જુહાપુરાની ટીચર્સ સોસાયટીમાં ચોરે એક જ રાતમાં 5 મકાનના તાળાં તોડ્યાં હતાં. જોકે એક મકાનમાં ચોરી કરવા ઘૂસતાંની સાથે જ ચોર રંગે હાથે પકડાતાં રહીશોએ ભેગા મળી ધોલાઈ કરી હતી, જેથી ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

ટીચર્સ સોસાયટીમાં રહેતા શેરબાનુ સજ્જાદહુસેન મોહંમદ હુસેન મલેક (42) અઠવાડિયાથી 3 દીકરીઓને લઈને હઝરતબિલાલ સોસાયટીમાં રહેતી માતાના ઘરે ગયાં હતાં. દરમિયાનમાં રવિવારે વહેલી સવારે 4 વાગ્યે શેરબાનુના પડોશી ઉસ્માનભાઇએ ફોન કરીને કહ્યું કે, ‘તમારા ઘરનું તાળું તોડીને ચોર ઘૂસ્યો હતો. હું સવારે બાથરૂમ જવા ઊઠ્યો ત્યારે તમારા ઘરની લાઇટ ચાલુ હતી અને એક માણસને ઘરમાં ફરતો જોયો હતો. મેં બૂમ પાડતા ચોર ભાગ્યો હતો. જોકે બૂમાબૂમના કારણે લોકો ભેગા થઈ જતાં ચોર ભાગવા જતાં પડી જતાં તેને વાગ્યું હતું અને તેને પકડીને લોકોએ ફટકાર્યો હતો, જેથી તેને 108માં હોસ્પિટલ લઈ જવાયો હતો.’ આ સાંભળી શેરબાનુ ઘરે આવી ગયાં હતાં. જ્યારે તપાસ કરતા તેમના ઘરમાં ચોરી કરવા ઘૂસી આવેલો ચોર અશરફ ઉર્ફે સરફરાઝ ઉર્ફે કાલુ કાસીમભાઈ શેખ (મોમીન પાર્ક સોસાયટી ,જુહાપુરા) હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે અશરફે શેરબાનુના મકાન ઉપરાંત તેમની જ સોસાયટીના અન્ય 4 મકાનનાં પણ તાળાં તોડ્યાં હતાં, પરંતુ તેમાંથી 3 ઘર લાંબા સમયથી બંધ હતા. આ અંગે શેરબાનુએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો