તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • The Theme Of Durga Puja For Sex Workers This Time Is 'lock', To Say Who Will Open The Lock On Their Lives?

સોનાગાછી રેડલાઇટ વિસ્તારથી રિપોર્ટ:સેક્સ વર્કર્સનું દુર્ગાપૂજાનું થીમ આ વખતે છે ‘તાળું’, તેમનાં જીવન પર લાગેલાં તાળાં કોણ ખોલશે?

કોલકાતા13 દિવસ પહેલાલેખક: પ્રભાકર મણિ તિવારી
  • કૉપી લિંક
  • રેડલાઇટ વિસ્તારની માટી વિના દુર્ગા પ્રતિમાનું નિર્માણ ન થઈ શકે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સોનાગાછીની સેક્સ વર્કર્સ વર્ષ 2017થી પૂજાનું આયોજન કરી રહી છે
  • સોનાગાછી વિસ્તારમાં 11 હજાર સેક્સ વર્કર્સ કાયમી ધોરણે રહે છે, એ ઉપરાંત કોલકાતાને સ્પર્શતાં ઉપનગરોમાંથી પણ સરેરાશ ત્રણ હજાર મહિલા અહીં આવે છે

ભારે મુશ્કેલીથી અદાલતના આદેશ પર અમને દુર્ગાપૂજાનું આયોજન કરવાનો હક મળ્યો. આ વર્ષે કોરોના અને લાંબા લોકડાઉનને કારણે અમારો ધંધો ઠપ થઈ ગયો છે, પણ અમે પૂજાનું આયોજન કરવાનો અમારો હક નહીં છોડીએ. આ જ કારણ છે કે આ વર્ષે પણ અમે ખૂબ નાના સ્તરે પણ પૂજાનું આયોજન કરી રહ્યા છીએ. આમ કહે છે પુષ્પા દાસ કે જે એશિયાના સૌથી મોટા રેડલાઈટ એરિયામાં સામેલ કોલકાતાના સોનાગાછી વિસ્તારની એક સેક્સ વર્કર અને તે દુર્ગાપૂજા સમિતિની એક્ટિવ મેમ્બર છે.

તે કહે છે, ‘પંડાલમાં આવનારા દર્શકો માટે માસ્ક અને સેનિટાઈઝર ફરજિયાત હશે. પંડાલના બે ગેટ બનાવાયા છે. ત્યાં માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા પણ રહેશે. આ વખતે અમારું થીમ છે તાળું. એનો મતલબ એ છે કે અમારા જીવન પર લાગેલાં તાળાંને કોણ ખોલશે. અમે મિત્ર-પરિવારજનો પાસેથી ફંડ લીધું છે. દુર્બાર મહિલા સમન્વય સમિતિના શુભચિંતકો સિવાય મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ દરેક પંડાલને 50 હજાર રૂપિયા આપવાનું એલાન કર્યું છે.

દેશમાં ખૂબ ઓછા લોકોને એ વાતની જાણ હશે કે રેડલાઈટ વિસ્તારની માટી વિના દુર્ગા પ્રતિમાનું નિર્માણ ન થઈ શકે, પરંતુ એનાથી પણ ઓછા લોકો એ જાણતા હશે કે સોનાગાછીની સેક્સ વર્કર્સ વર્ષ 2017થી પૂજાનું આયોજન કરે છે. લાંબી કોર્ટની લડાઈ પછી તેમને તેમનો અધિકાર મળ્યો હતો. દુર્ગા પ્રતિમા માટે રેડ લાઈટ વિસ્તારમાંથી માટી લેવાની વાત કદાચ બધાના ગળે નહીં ઊતરે. મનમાં એ સવાલ પેદા થવો વાજબી છે કે આટલા પવિત્ર આયોજન માટે સમાજમાં તિરસ્કૃત નજરે જોવાતા રેડ લાઈટ વિસ્તારની માટી કેમ લેવામાં આવે છે.

સેક્સ વર્કરનું સૌથી મોટું સંગઠન દુર્બાર મહિલા સમન્વય સમિતિ (ડીએમએસએસ) પણ પૂજામાં મદદ કરે છે. આ દેશમાં સેક્સ વર્કર્સ તરફથી આયોજિત થનારી પ્રથમ અને એકમાત્ર દુર્ગાપૂજા છે.

વાસ્તવમાં એક જૂની પૌરાણિક માન્યતા છે કે ઘણા સમય પહેલાં એક સેક્સ વર્કર દેવી દુર્ગાની ખૂબ મોટી ઉપાસક હતી, પરંતુ સમાજમાંથી બહિષ્કૃત એ સેક્સ વર્કરને જાતજાતની યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો. એવું મનાય છે કે પોતાના ભક્તને આ જ તિરસ્કારથી બચાવવા માટે દુર્ગાએ સ્વયં આદેશ આપીને તેમના આંગણની માટીથી પોતાની મૂર્તિ સ્થાપિત કરાવવાની પરંપરા શરૂ કરાવી હતી. આ સાથે જ દેવીએ તેને વરદાન પણ આપ્યું હતું કે તેમના ત્યાંની માટીનો ઉપયોગ કર્યા વિના મૂર્તિઓ સંપન્ન નહીં થાય. આ ઉપરાંત એવું પણ મનાય છે કે જ્યારે કોઈ પુરુષ કોઈ કોઠાની અંદર જાય છે તો તે પોતાની તમમ પવિત્રતા વૈશ્યાલયના ઉંબરાની બહાર જ છોડી દે છે, આથી ઉંબરા બહારની માટી પવિત્ર થઈ જાય છે.

પોતાનો હક નહીં છોડવાની જીદ અને કોરોના મહામારીને કારણે કમાણી એકદમ ઠપ હોવા છતાં આ વર્ષે પણ દુર્ગાપૂજાનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. સેક્સ વર્કરનું સૌથી મોટું સંગઠન દુર્બાર મહિલા સમન્વય સમિતિ (ડીએમએસએસ) પણ પૂજામાં મદદ કરે છે.

હાલમાં નાનો પંડાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ પૂજાનું ઉદઘાટન કોઈ સેક્સ વર્કરના હાથે 21 ઓક્ટોબરે થશે. આ વખતે સોનાગાછીની વર્કરોની દુર્દશા જ આ દુર્ગાપૂજાનું થીમ હશે. પુષ્પા કહે છે, લોકડાઉન દરમિયાન વર્કરોએ કેવી કેવી પરેશાનીઓ સહન કરી છે અને હાલના સમયમાં તેમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આ તમામ ચીજો તેમની દુર્ગાપૂજાના પંડાલમાં પોસ્ટરો તેમજ તસવીરો દ્વારા દર્શાવાશે. પંડાલના મુખ્યદ્વાર પર એક મોટું તાળું લટકતું જોવા મળશે. આ તાળું આ યૌનકર્મીઓનાં જીવન અને રોજગાર પર લાગેલા તાળાનું પ્રતીક છે.

પંડાલ આઠ ફૂટ પહોળો અને 12 ફૂટ ઊંચો હશે, જ્યારે પ્રતિમાની મહત્તમ ઊંચાઈ સાત ફૂટ હશે. પ્રતિમાનું નિર્માણ સનાતન પાલ કરી રહ્યા છે.

દુર્બાર મહિલા સમન્વય સમિતિ સાથે સંકળાયેલાં મહાશ્વેતા મુખરજી કહે, ‘કોરોના મહામારીના કારણે સેક્સ વર્કર્સ છેલ્લા લગભગ સાત મહિનાથી બેકાર છે. લોકડાઉનનો એક-એક દિવસ તેમના પર ભારે પડ્યો છે. આ વ્યવસાય સાથે જોડાયેલા હોવા છતાં તેમના પર બાળકો અને પરિવારની જવાબદારી છે, પરંતુ કોરોનાએ તેમની કમર તોડી નાખી છે.’ તેઓ કહે છે, હવે કોરોના વચ્ચે જિંદગી ધીમે ધીમે પાટા પર આવી રહી છે, પણ આ મહિલાઓની હાલત જેમની તેમ છે. આ લોકો એક એવા વ્યવસાય સાથે જોડાયેલા છે કે બીજું કોઈ કામ કરી શકતી નથી. તેમને કોઈ કામ આપવા માગતું નથી.

દુર્બાર સમિતિની સચિવ કાજલ બોસ કહે છે, ‘અમે કોઈ પાસેથી ફંડ વસૂલ્યું નથી. પરસ્પર ફંડ ઉઘરાવ્યું છે અને જો કોઈએ ખુશીથી આપ્યું તો એ લીધું છે. અમે ખૂબ નાના સ્તરે પૂજા આયોજિત કરી રહ્યા છીએ, પરંતુ તમામ પરંપરાઓનું પાલન કરીશું. તે કહે છે, ખૂંટી પૂજાની સાથે ઉત્તર કોલકાતાના અવિનાશ કવિરાજ સ્ટ્રીટમાં પંડાલનું નિર્માણકાર્ય શરૂ થઈ ગયું છે. પંડાલ આઠ ફૂટ પહોળો અને 12 ફૂટ ઊંચો હશે, જ્યારે પ્રતિમાની મહત્તમ ઊંચાઈ સાત ફૂટ હશે. પ્રતિમાનું નિર્માણ સનાતન પાલ કરી રહ્યા છે. દસ કાર્યકર્તાઓની ટીમ પૂજાનું તમામ કામકાજ સંભાળે છે.

આમ તો આ વિસ્તારની સેક્સ વર્કર્સ વર્ષ 2013થી જ એક રૂમમાં પૂજા આયોજિત કરતી રહી છે, પરંતુ કલકત્તા હાઈકોર્ટના આદેશ પછી વર્ષ 2017માં તેમને જાહેરમાં પૂજા કરવાની અનુમતિ આપવામાં આવી. વર્ષ 2018માં તેમના આયોજને તો દેશવિદેશમાં ચર્ચા જગાવી હતી. ત્યારે એ પંડાલમાં ભારે ભીડ ઊમટી હતી.

સોનાગાછીની સેક્સ વર્કર્સ વર્ષ 2017થી પૂજાનું આયોજન કરી રહી છે. લાંબી અદાલતી લડાઈ પછી તેમને તેમનો હક મળ્યો હતો.

સોનાગાછી વિસ્તારમાં 11 હજાર સેક્સ વર્કર્સ કાયમી ધોરણે રહે છે. આ ઉપરાંત કોલકાતાને સ્પર્શતાં ઉપનગરોમાંથી પણ ત્રણ હજાર મહિલા અહીં આવે છે. એશિયામાં દેહવ્યાપારની સૌથી મોટી મંડી કહેવાતા કોલકાતાના સોનાગાછી વિસ્તારમાં અત્યારસુધીમાં સૂરજ ડૂબતો જ નહોતો. એમ કહેવું યોગ્ય રહેશે કે અહીં સૂરજ ડૂબ્યા પછી જ અજવાળું થાય છે, પરંતુ કોરોના વાઇરસનું જોખમ સામે આવ્યા પછી મહિનાઓથી ત્યાં સન્નાટાનો માહોલ છે.

શું દિવસ અને શું રાત... બધું સરખું છે. આનાથી અહીં રહેતી સેક્સ વર્કર્સને ભૂખે મરવાની નોબત આવી છે. અનેક સેક્સ વર્કર્સ ઘરોનું ભાડું પણ આપી શકતી નથી. દુર્બાર મહિલા સમન્વય સમિતિ (ડીએમએસએસ) કહે છે કે ગ્રાહકોની સંખ્યામાં ભારે ઘટાડાના કારણે દેહવ્યાપાર દ્વારા રોજીરોટી મેળવતી મહિલાઓને ભારે મુશ્કેલી થઈ રહી છે. કોરોના વાઇરસે પ્રથમવાર આ સદાબહાર દેહમંડીના ભવિષ્ય પર પ્રશ્નાર્થ લગાવી દીધો છે.

ડીએમએસએસના સ્થાપક અને મુખ્ય સલાહકાર ડો. સમરજિત જાના કહે છે, ‘આ સેક્સ વર્કર્સને જીવવા માટે ભોજન અને પૈસા જોઈએ છે. મેં મારા લાંબા જીવનમાં ક્યારેય આ ધંધામાં આટલા ખરાબ દિવસો જોયા નથી. આ વિસ્તારમાં દેહવ્યાપાર કરનારી અનેક મહિલાઓ તો પોતાના દૂરના સંબંધીઓ પાસે ચાલી ગઈ છે, પરંતુ દુર્ગાપૂજાના એક સપ્તાહ દરમિયાન તમામ સેક્સ વર્કર્સ પોતાનાં તમામ દુઃખોને ભુલાવીને પંડાલમાં દેવીની આરાધના કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો