ભુજ / ભુજના વેપારી સાથે લોન આપવાની લાલચે - 11.36 લાખની છેતરપિંડી

ભુજના વેપારી સાથે 11.36 લાખની છેતરપિંડી (પ્રતિકાત્મક તસવીર)
ભુજના વેપારી સાથે 11.36 લાખની છેતરપિંડી (પ્રતિકાત્મક તસવીર)

  • ગેરન્ટી-ડિપોઝીટ વિના 23 લાખની લોન આપવા જાળ બિછાવી રૂપિયા પડાવ્યા

દિવ્ય ભાસ્કર

Mar 15, 2020, 10:47 AM IST

ભુજઃ ‘લાલચ બુરી બલા’ લોભીઓને લૂટવાના ધૂતારાઓ અનેક તરકબ અજમાવી રહયા છે, તેમ છતાં લાલચમાં આવી લોકો છેતરાઇ જ જાય છે. સસ્તા સોના નામે, તો,લોટરી લાગી હોવાનું અને બેન્ક કર્મચારીના નામે ફેક મેસેજ અને કોલ કરીને ઓનલાઇન ઠગાઇ કરવામાં આવી રહી છે ત્યારે ભુજના એક વેપારી આવી જ મોહજાળમાં ધૂતારાઓના હાથે લૂટાઇ ગયા છે. કોઈ ગેરન્ટી-ડિપોઝીટે વગર 23 લાખ રૂપિયાની લોન આપવાની લાલચ આપી રકમ મેળવા માટે વિવિધ બહાના હેઠળ 11, 36,366 રૂપિયા પડાવી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભુજની જૂની રાવલવાડી ખાતે સરકારી ક્વાર્ટરમાં રહેતા અને રૂદ્રાક્ષ ટ્રેડ લીન્કના નામથી મહારાષ્ટ્રના મંબઇ બંદર ખાતે ફળ અને શાકભાજીનાએક્સપોર્ટનો વ્યવસાય કરતા જીતેશ શામજીભાઈ ગોહિલે ગત 21મી જાન્યુઆરી 2020ના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપ્યા બાદ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે એક બેન્કખાતાધારક અને 3 શખ્સોના નામ-મોબાઈલ નંબર સાથે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ઇ-મેઇલ અને મોબાઇલ મેસેજ દ્વારા ઠગબાજોએ વિશ્વાસ કેળવ્યો
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત ઓક્ટોબર 2019જન તેને એક અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે ‘કેપિટલ વેલ્યૂ’ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવી તેમની કંપની કોઈ ગેરન્ટર અને ડિપોઝીટ વગર બીઝનેસ લૉન આપવાની ઓફર કરી હતી. જેથી ફરિયાદીએ લોન મેળવવા ઇચ્છા દર્શાવી હતી. કંપની દ્વારા ફરિયાદી પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ જેમાં કેવાયસી, ફોટો, એક વર્ષનું બેન્ક સ્ટેટમેન્ટ સહિતના દસ્તાવેજો ઈ-મેઈલ પર મોકલી આપવા જણાવ્યું હતું. બાદમાં ફરિયાદી પાસેથી ઈન્સ્યોરન્સ પેટે 28,390 રૂપિયા એડવાન્સ પેટે ભરાવ્યા હતા. બાદમાં 5 ટકાના વ્યાજદરે 23 લાખની લોન મંજુર થઈ ગઈ હોવાનું જણાવી વિવિધ બહાના હેઠળ તબકાવાર રૂપિયા ભરાવ્યા હતા. જેમાં બેલેન્સશીટમાં ક્વેરી આવવાના લીધે હવે લોનનો વ્યાજ દર 5.2 થઈ ગયો હોઈ વધુ 91 હજાર ભરવા પડશે, તેમજ તમારી બેન્કનું એનઓસીન હોવાને કારણે રિઝર્વ બેન્ક આટલી મોટી રકમ તમારા ખાતામાં જમા થવા નહિં દે અને હોલ્ડ રાખી દેશે જેથી એચઆઇટી બ્લૉકના બહાને 88 હજાર, GSTના બહાને 2 લાખ 38 હજાર, ફાઈલ કોડ જનરેટ કરવાના બહાને 1 લાખ 8 હજાર, 3 મહિનાના એડવાન્સ માસિક હપ્તાના બહાને 1 લાખ 30 હજાર ભરાવ્યા હતા.

સાયબર ક્રાઇમમાં અરજી કર્યા બાદ એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો
લોનની ફરિયાદીના ખાતામાં જમા થઇ ન હતી. બાદમાં ધુતારાઓએ લોન પાસ કરવા પેટે 1 લાખ 50 હજારના કમીશનની માંગણી કરી હતી. ના છુટકે ફરિયાદીએ 48 હજાર રૂપિયા ચુકવી દીધા હતા. આરોપીઓએ લોન કે, ભરેલ રકમ પણ પરત ન આપતાં પોતે છેતરાયા ગયા હોવાનું ફરિયાદીને જણાતાં પ્રથમ સાયબર ક્રાઇમમાં અરજી કરી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસે જીતેશભાઇની ફરિયાદ પરથી વિવેક સક્સેના, રાઘવ મિશ્રા, ખુશાલ કુમાર અને બેન્ક ખાતાધારક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
ભુજના વેપારી સાથે 11.36 લાખની છેતરપિંડી (પ્રતિકાત્મક તસવીર)ભુજના વેપારી સાથે 11.36 લાખની છેતરપિંડી (પ્રતિકાત્મક તસવીર)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી