તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આજના દર્શન:‘ચામર સવારીએ આવતા મેં તો જોયા મઢવાળી મા...’, કચ્છના મઢ ગામમાં આવેલું છે મા આશાપુરાનું મંદિર

કચ્છ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશના પશ્ચિમી છેવાડે કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ ખાતે આવેલું મા આશાપુરાનું મંદિર સદીઓથી લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં ચૈત્ર અને આસો નવરાત્રિમાં ભક્તોની ભીડ વિશેષ રહેતી હોય છે. કચ્છ ઉપરાંત મુંબઇ સહિતના વિસ્તારોમાંથી ભક્તો પગપાળા, સાઇકલ, વાહનો વડે માતાજીના દર્શન કરવા આવે છે. નવરાત્રિ દરમિયાન મંદિર પરિસરમાં માતાજીની ગરબીની સ્થાપના કરાય છે, તેમજ સાતમના રાત્રે હવનની ધાર્મિક વિધિ બાદ શ્રીફળ હોમાય છે. ત્યારબાદ મોડી રાત્રે આરતી બાદ મંદિર સામે જ આવેલા હિંગળાજ માતાના મંદિરમાં પણ મોડી રાત્રે જાગીરાધ્યક્ષ(મહંત)ના હસ્તે અારતી કરવામાં આવે છે.

આસો નોરતાંની આઠમે યોજાય છે ચામર સવારી
આસો નવરાત્રિના આઠમના વહેલી સવારે મહારાવ પરિવારના કે તેમના વતી રાજકુંટુંબના સભ્ય પ્રથમ ચાચરકુંડમાં સ્નાન કરીને ચાચર ભવાની માતાજીના દર્શન-પૂજન કર્યા પછી ખભા ઉપર ચામર ઉપાડીને ખુલ્લા પગે ચાલીને આશાપુરા માતાજીના મંદિરે આવે છે. ચામર મોરપિંછની બનેલી હોય છે.

વહેલી પરોઢે પાંચ વાગ્યે મંગળા
મંદિરમાં સવારે પાંચ વાગ્યે મંગળાઆરતી કરવામાં આવે છે. નવ વાગ્યે ધૂપ આરતી થાય છે. ત્રીજી સંધ્યા અારતી સાંજે સાંજે સૂર્યાસ્ત બાદ સાત વાગ્યે ધૂપ-દીપ સાથે કરવામાં આવે છે. માના મંદિરના પ્રાંગણમાં રોજ વહેલી સવારે તેમજ સાંજે મુસ્લિમ- લંઘા સમાજના સભ્યો દ્વારા આરતીના સમયે નોબત-ઢોલ તેમજ શરણાઇના સૂરો રેલાવવામાં આવે છે.

1500 વર્ષ જૂનું મંદિરઃ આાશાપુરા મંદિર અંદાજે 1500 વર્ષ જૂનું છે. મંદિરનું નિર્માણ ઇસવીસન 1300માં કચ્છના રાજવી લાખો ફુલાણી તથા દરબારના વણિક મંત્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જાડેજાઓએ કચ્છથી સ્થળાંતર કરીને જ્યાં પણ વસ્યાં ત્યાં તેમણે મા આશાપુરાના મંદિર બાંધ્યા છે. રાજસ્થાન, મુંબઈ, બેંગલુરુ અને પૂણેમાં પણ માનું મંદિર છે. તમામ જ્ઞાતિ-સમાજ તેમા અતુટ આસ્થા ધરાવે છે. વિવિધ જ્ઞાતિઓ તથા સમાજ મા આશાપુરાને કુળદેવી તરીકે પૂજે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો