• Home
  • Utility
  • The Tejas Express is delayed again, the passengers will get Rs 100 return

રેલવે / તેજસ એક્સપ્રેસ ફરીથી મોડી પડી, મુસાફરોને 100 રૂપિયાનું વળતર મળશે  

The Tejas Express is delayed again, the passengers will get Rs 100 return

  • દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ નવી દિલ્હીથી લખનઉની વચ્ચે સોમવારે ફરીથી મોડી પડી હતી
  •  IRCTCને કુલ 64,400 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે
  • સંપર્ક ક્રાંતિને કારણે તેજસ એક્સપ્રેસ લેટ થઈ

Divyabhaskar.com

Nov 21, 2019, 11:13 AM IST

યુટિલિટી ડેસ્ક. દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ નવી દિલ્હીથી લખનઉની વચ્ચે સોમવારે ફરીથી મોડી પડી હતી. તેના કારણે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) મુસાફરોને 100 રૂપિયાનું વળતર આપશે. સોમવારે ટ્રેન લગભગ એક કલાક મોડી પડી હતી. લગભગ 604 મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. IRCTCને કુલ 64,400 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. IRCTC નવી દિલ્હીથી લખનઉની વચ્ચે તેજસ એક્સપ્રેસ ચલાવી રહી છે. આ ટ્રેન લેટ થઈ હોવાથી વળતર આપવામાં આવી રહ્યું છે. બીજી વખત તેજસ એક્સપ્રેસ લેટ થઈ છે.


સંપર્ક ક્રાંતિને કારણે તેજસ એક્સપ્રેસ લેટ થઈ

તેજસ એક્સપ્રેસ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસની પાછળ આવી રહી હતી. ફિરોઝાબાદ નજીક સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ સાથે એક બળદ ટકરાયો હતો. તેના કારણે સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસનું એન્જિન ફેલ થઈ ગયું હતું અને ટ્રેન ઉભી રહી ગઈ હતી. તેના કારણે તેજસ એક્સપ્રેસ મોડી પડી અને નિર્ધારિત સમય રાતનો 10.05 કલાકની જગ્યા એક કલાક 17 મિનિટ મોડી પડી હતી અને 11.22 કલાકે લખનઉ જંક્શન પર પહોંચી હતી.

અગાઉ પણ વળતર આપવામાં આવ્યું હતું


અગાઉ પણ 19 ઓક્ટોબરે પહેલી વખત તેજસ એક્સપ્રેસ લેટ થઈ હતી અને IRCTCએ મુસાફરોને વળતર આપ્યું હતું. ત્યારે ટ્રેન 3 કલાક મોડી પડી હતી અને 950 મુસાફરોને લગભગ 1 લાખ 62 હજાર રૂપિયા વળતર અપાયું હતું.

મોબાઈલ નંબર પર લિંક મળશે


IRCTC તમામ મુસાફરોના મોબાઇલ નંબર પર એક લિંક મોકલે છે. આ લિંક પર ક્લિક કરીને, મુસાફરો દાવો કરી શકે છે. ક્લેમ મળ્યા બાદ ઈન્શ્યોરન્સ કંપની ક્લેમની ચૂકવણી કરશે.

X
The Tejas Express is delayed again, the passengers will get Rs 100 return

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી