તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:108ની ટીમે ઈજાગ્રસ્તને એક લાખની મતા પરત આપી

ધોરાજી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇક સ્લીપ થતાં આધેડ બેશુદ્ધ બની ગયા હતા

ધોરાજીમાં 108ની ટીમે ઈજાગ્રસ્તને એક લાખનો મૂદામાલ પરત આપીને પ્રામાણિકતા દાખવીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડેલ છે. રાકેશભાઇ પટેલ જે પોતાનું બાઇક લઇને ઉપલેટાથી ધોરાજી તરફ જઇ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થઇ જતા અકસ્માતમાં ગંભીર ઈજા થતા તેની જાણ ધોરાજી 108ને કરાતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે રમેશભાઇ બેશુધ્ધ હાલતમાં હતા અને તેની પાસે એક થેલી હતી જેમાં એક સોનાની હાંસડી, 1 સોનાનો ચેન, 1 માળા, સ્માર્ટ ફોન સહિત અંદાજે એક લાખ રૂપિયા જેટલો મુદામાલ હતો. રમેશભાઇને એમ્બ્યુલન્સમાં લઇ જરૂરી સારવાર આપી સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે ખસેડાયા હતા અને તેના સગાભાઇ દિનેશભાઇ ગજેરા હોસ્પિટલે આવેલા ત્યારે ધોરાજી 108 ટીમના પરેશભાઇ વાઘેલાએ અંદાજીત એક લાખ જેટલો મુદામાલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રાકેશભાઈના કુટુંબીજનોને આપીને ધોરાજી 108ની ટીમે પ્રામાણિકતાનું ઉદાહરણ પુરુ પાડેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો