ઉત્તર પ્રદેશ / અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન શોધવાનું કામ પૂરું

The task of finding 5 acres of land for building a mosque in Ayodhya is complete

Divyabhaskar.com

Jan 07, 2020, 03:54 AM IST
લખનઉ: સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ હવે અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન શોધવાનું કામ પૂરું થઇ ગયું છે. સૂત્રો મુજબ સુન્ની વકફ બોર્ડને 15 જાન્યુઆરી સુધી જમીન સોંપી શકાય છે. જમીન માટે 5 સ્થળોનો વિકલ્પ છે. તે જગ્યા મલિકપુરા મિર્ઝાપુર-શમસુદ્દીનપુર, ચાંદપુર ગામમાં છે. તમામ જગ્યા અયોધ્યાથી નીકળતા અને અલગ-અલગ શહેરોને જોડતા મુખ્ય માર્ગો પર છે. બધી જમીન પંચકોસી પરિક્રમા પરિઘથી બહાર છે.
જમીન ક્યાં આપવાની છે તે સરકારે નક્કી કરવાનું છે-મુસ્લિમ પક્ષકાર
જોકે યુપીના અપર મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ કહ્યું કે રાજ્ય સરકારે મસ્જિદ માટે જમીન પર અત્યાર સુધી કોઇ નિર્ણય લીધો નથી. કોર્ટમાં મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અન્સારીએ કહ્યું કે જમીન ક્યાં આપવાની છે તે સરકારે નક્કી કરવાનું છે. હું આ અંગે કંઇ નહીં બોલું.
X
The task of finding 5 acres of land for building a mosque in Ayodhya is complete
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી