ટેનિસ / સ્વિત્ઝર્લેન્ડ સરકારે રોઝર ફેડરરને ચાંદીના સિક્કા પર સ્થાન આપ્યું, હયાત વ્યક્તિ તરીકે ગૌરવ મેળવનાર પ્રથમ વ્યક્તિ

The Swiss government placed on the silver coin of Roger Federer
The Swiss government placed on the silver coin of Roger Federer

Divyabhaskar.com

Dec 03, 2019, 01:40 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સ્વિત્ઝર્લેન્ડની ટંકશાળ સ્વીઝિમટ આગામી મહિનામાં 20 સ્વીઝ ફ્રેક (સ્થાનિક ચલણ) મૂલ્યનો એક સિલ્વર કોઈન જારી કરશે. આ સિક્કો એટલા માટે ખાસ છે કારણ કે તેમા સ્વિત્ઝર્લેન્ડના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોઝર ફેડરર ટેનિસ રેકેટ સાથે જોવા મળશે. સ્વિત્ઝર્લેન્ડ સરકારે તેમના આ દિગ્ગજ ખેલાડીના સન્માનમાં આ નિર્ણય લીધો છે. આ સાથે રોજર ફેડરર દેશની એવી પ્રથમ પ્રતિષ્ઠિત વ્યક્તિ બની છે કે જે તેમની હયાતીમાં આ સિક્કા પર સ્થાન મેળવનાર પ્રથમ વ્યક્તિ બની છે.આ સન્માન અંગે 38 વર્ષિય ફેડરરે જણાવ્યું હતું કે સ્વિત્ઝર્લેન્ડ અને સ્વીસમિંટનો આ અવિશ્વસનીય માન-સન્માન માટે આભાર વ્યક્ત કર્યો છે. સરકારના મતે ફેડરરના સિક્કા ફક્ત 95,000 જેટલા જ બનશે, જેની કિંમત 30 સ્વીત્ઝ ફ્રેક હશે. આ સિક્કામાં ફેડરર બેન્કહેડ કરતો દેશાશે, જ્યારે 50 સ્વીત્ઝ ફ્રેંકવાળા સિક્કામાં ડિઝાઈન અલગ હશે. બીજીબાજુ સ્વિત્ઝર્લેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોઝર ફેડરર ફોર્બ્સના વર્ષ 2019માં રૂપિયા 667 કરોડની વાર્ષિક આવક સાથે સૌથી ધનવાન ખેલાડીની યાદીમાં પાંચમાં નંબર રહ્યા હતા.

તેમણે રૂપિયા 613 કરોડની કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થઈ હતી. તે રમત-ગમત જગતમાં સૌથી વધારે કમાણી રહી છે. વિશેષ વાત એ છે કે ફેડરર ફક્ત બ્રાન્ડ્સને ઓળખ અપાવવા માટે જ તેને એન્ડોર્સ નથી કરતા પરંતુ પોતાની એન્ડોર્સમેન્ટમાં પણ રસ લે છે. એટલે જ તો તેમણે પગરખા (શૂઝ) બનાવતી એક કંપનીમાં રોકાણ કર્યું છે. આ સાથે ટેનિસ બાદ તેમના વધુ શોખ વિશે તાજેતરમાં માહિતી મળી છે. ફેડરર અત્યાર સુધી આશરે 250 શૂઝની જોડી એકત્રિત કરી ચુક્યા છે. સ્વિત્ઝર્લેન્ડની પગરખા બનાવતી આ કંપની ઓન સાથે સમજૂતી બાદ ફેડરરે તેમના શૂઝ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમા જીવનની સફળતામાં કેટલીક વસ્તુની કેટલી મોટી ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું હતું કે જરૂરી નથી તમે મારી માફક 250 શૂઝની જોડ એકત્રિત કરવાની આશા રાખો.

X
The Swiss government placed on the silver coin of Roger Federer
The Swiss government placed on the silver coin of Roger Federer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી