તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • The Surname Of The 4 Who Forced The Old Man To Die, The Second Plot Of One Was Smashed To Rs 25 Lakh And The Acid Was Swallowed 1 Month Ago.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વૃધ્ધને મરવા મજબુર કરનાર 4ની અટક, એકનો બીજો પ્લોટ પધરાવી 25 લાખમાં તોડ કરવા ત્રાસ અપાતા 1 માસ અગાઉ એસીડ ગટગટાવ્યું હતું

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણાના વૃધ્ધે શનિવારે ભુજમાં દમ તોડતા હોબાળો થયો હતો : અંતે પોલીસને મોડી રાત્રે ગુનો દાખલ કરવો પડયો

શનિવારે ભુજની એકોર્ડ હોસ્પિટલમાં નખત્રાણાના વૃદ્ધે અંતીમ શ્વાસ લીધા હતા, જે બનાવમાં નખત્રાણા પોલીસ મથકે મોડી રાત્રે ચાર સામે ગંભીર કલમો તળે ફોજદારી નોંધાઇ હતી અને ચારેય આરોપીઓને રાઉન્ડ અપ કરાયા હતા. હોબાળા બાદ પોલીસને ફરિયાદ નોંધવી પડી હતી જે બાદ જ પરીજનોએ ડેડબોડી સ્વિકારી હતી.પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, મહમદ શરીફ જાનમામદ રાઠોડ (રહે. નવા નગર, નખત્રાણા)વાળાએ નખત્રાણા પોલીસ મથકે પ્રવીણસિંહ સોઢા (રહે. નીરોણા, તા. નખત્રાણા), વેરશીભાઇ રબારી (રહે. નખત્રાણા), દદવેભાઇ અને મોહનભાઇ પટેલ (દેવપર, નખત્રાણા) ચારેય સામે ફોજદારી નોંધાવી હતી.

ફરીયાદીના પિતા 2016માં પ્રવીણસિંહ અને વેરશીભાઇને મળ્યા હતા, બંનેએ જલારામ નગરમાં પ્લોટ નંબર 21 વેંચવાનું હોવાની વાત કરી હતી જેથી ફરીયાદીના પિતાએ 40 લાખ રૂપીયા નક્કી થયેલા ભાવ મુજબ આપી દીધા હતા. બંને જણાએ સર્વેયર દવેભાઇને બોલાવી પ્લોટ નંબર 21ની માપણી કરાવી હતી અને નકશો બનાવી આપ્યો હતો. નકશો નખત્રાણા ગ્રામ પંચાયતમાં બાંધકામની મંજુરી માટે અરજી કરતા પંચાયતે મંજુરી આપતા બાંધકામ શરૂ કરાવ્યો હતો.

બાંધકામ પુર્ણ થઇ ગયું ત્યારે કમ્પલીશન સર્ટીફીકેટ આપ્યું હતું. એકાદ માસ પહેલા મોહનભાઇ પટેલ ફરીયાદીના પીતા પાસે આવીને કહ્યું કે પ્લોટ નંબર 18માં તમોએ બાંધકામ કર્યું છે અને તે પ્લોટ પોતાનો હોવાની વાત કરી હતી. મકાન ખાલી કરવા માટે ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરીયાદીના પિતાએ અઘાટ વેચાણથી લીધેલો હોવાની વાત કરી હતી. જો કે, મોહનભાઇએ 25 લાખ રૂપીયા તોડ પેટે માંગયા હતા નહીંતો મકાન ખાલી કરવું પડશે તેવી વાત કરી હતી.

અવાર નવાર માનસિક ટોર્ચરના કારણે 24-10ના પિતા જાનમામદે એસીડ પી લીધું હતું. એમ્બ્યુલન્સ મારફતે ભુજની એકોર્ડ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાં સારવાર દરમિયાન તેઓ શનિવારે બપોરે મૃત્યું પામ્યા હતા.ચારેય આરોપી સાથે મળી 25 લાખ રૂપીયા પડાવવા માટે માનસિક ત્રાસ આપી, એકનો બીજો પ્લોટ પધરાવી અને મરવા મજબુર કરાતા ચારેય સામે મૃતકના પુત્રએ નખત્રાણા પોલીસ મથકે વિવિધ કલમો તળે ફોજદારી નોંધાવી હતી.

બનાવની તપાસ એલસીબીને સોંપવામાં આવે
બનાવ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું કે, જાનમામદ રાઠોડે માનસિક ત્રાસના કારણે એસીડ પીધુ ત્યારે પોલીસે કેમ કોઇ પગલા ન લીધા તેમજ મૃતકના પરીજનોએ લાશ ન સ્વિકારી ત્યારે ફોજદારી કરવી પડી છે. આમ, આ કેસમાં નખત્રાણા પોલીસની ભુંડી ભુમિકા સામે આવી ચુકી છે જેથી ગુનો નોંધાયા બાદ પણ તટસ્થ તપાસ થશે એ શંકાનો વિષય છે. આ કેસની તપાસ નખત્રાણા પોલીસ પાસેથી લઇ એલસીબી અથવા અન્ય અધિકારીને સોંપવામાં આવે તેવી લેખિતમાં મુખ્યમંત્રી સમક્ષ માગ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો