તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Supreme Court Has Said That This Is Not A Place For Outsiders To Ignore The Deadline.

આકરી ટિપ્પણી:સુપ્રીમ કોર્ટે કહ્યું- નિર્ધારિત સમયગાળાની ઉપેક્ષા કરતી સરકારો માટે આ સહેલગાહની જગ્યા નથી

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમકોર્ટે સરકારો દ્વારા અરજી દાખલ કરવામાં કરાતા વિલંબ અંગે આકરી ટિપ્પણી કરી છે. એક કેસમાં મધ્ય પ્રદેશ સરકાર દ્વારા દાખલ સ્પેશિયલ લીવ પીટિશન ફગાવતાં સુપ્રીમકોર્ટે કહ્યું કે નિર્ધારિત સમયગાળાની ઉપેક્ષા કરતી સરકારો માટે સુપ્રીમકોર્ટ સહેલગાહની જગ્યા ન હોઇ શકે. સરકારો જાણી-જોઇને અરજી દાખલ કરવામાં વિલંબ કરે છે, જેથી તેમને એમ કહેવાનું બહાનું મળી જાય કે કોર્ટે અરજી ફગાવી દીધી, હવે આ મામલે કંઇ ન થઇ શકે.

જસ્ટિસ સંજય કિશન કૌલ અને દિનેશ માહેશ્વરીના વડપણ હેઠળની બેન્ચે આ સંદર્ભે સરકારી બાબુઓના વલણ અંગે પણ નારાજગી વ્યક્ત કરી અને અરજી મામલે 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. મધ્ય પ્રદેશ સ્ટેટ વિ. ભેરુ લાલના કેસમાં આ અરજી નિર્ધારિત સમયગાળાથી 1 વર્ષ, 10 મહિના, 1 દિવસ મોડી દાખલ કરાઇ હતી અને ગત 15 તારીખે જસ્ટિસ કોલની બેન્ચ સમક્ષ સુનવણી માટે આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો