તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:છાત્રાએ વીસીને કહ્યું મારા ખર્ચાનું શું?, વીસીએ કહ્યું અમારેય ખર્ચો થયો છે

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણની ભયાનક સ્થિતિ વચ્ચે પણ માત્ર સરદાર પટેલ યુનિવર્સિટી જ પરીક્ષા લઈ રહી છે તેવી સરકાર સામે વાહવાહ મેળવવા થનગની રહેલા વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીના આપખુદશાહી નિર્ણયને લઈને વિદ્યાર્થી સંકુલમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

મૂળ જયપુર ખાતે રહેતી અને વિદ્યાનગરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સેલ્વી પારેખે જણાવ્યું હતું કે, હું મારા ઘરના સભ્યો સાથે ઝઘડો કરીને, મારા કેરીયરની ચિંતા કરીને છેક જયપુરથી અમદાવાદ અને અમદાવાદથી ટ્રેનમાં આણંદ આવી હતી. અહીં અમે છ છોકરીઓ રહીએ છે. જેમણે 14 હજાર રૂપિયા ભાડું ચુકવ્યું છે. હવે જ્યારે યુનિવર્સિટીએ પરીક્ષા મુલત્વી રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે વાઈસ ચાન્સેલરને ખર્ચાનું શું તે બાબતે અમે રજૂઆત કરી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, યુિનવર્સિટીને પણ પ્રિન્ટીંગનો ખર્ચો થયો છે. અલબત્ત, તેઓ બધી બાબતને સહજતાથી લઈ રહ્યા છે. બીજી તરફ એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ વધી રહ્યું હતું ત્યારે સરકારે બે દિવસ પહેલાં જ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો તો પછી વાઈસ ચાન્સેલરે કેમ છેક છેલ્લી ઘડી સુધી પોતાનો નિર્ણય બદલતા નથી ? શું તેઓ વિદ્યાર્થીઓને ટેસ્ટીંગ કીટ સમજે છે ?

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો