તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Story Of Udkhanda Village In Uttarakhand; 130 Out Of 140 Families Left The Village, The Remaining Ten Repopulated The Whole Village With The Mantra Of Self reliance

પરિવર્તન:ઉત્તરાખંડના ઉદખંડા ગામની કહાની; 140માંથી 130 પરિવારે ગામ છોડ્યું, બાકીના દસે આત્મનિર્ભરતાના મંત્રથી આખું ગામ ફરી આબાદ કર્યું

ટિહરી9 દિવસ પહેલાલેખક: મનમીત
  • કૉપી લિંક
સામૂહિક ખેતીની આવક ગામ લોકોમાં વહેંચી દેવાય છે.

ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં દુર્ગમ પહાડો વચ્ચે વસેલું ઉદખંડા ગામ અને અહીંના લોકોએ આત્મનિર્ભર બનવાનું અસામાન્ય ઉદાહરણ રજૂ કર્યું છે. બંજર જમીનના કારણે ત્રણ વર્ષ પહેલા અહીંથી 140માંથી 130 પરિવાર ગામ છોડીને જતા રહ્યા હતા, પરંતુ ગામમાં બચેલા 10 પરિવારે બધાને પાછા બોલાવવાનું નક્કી કર્યું.

તેમણે સહકારી મંડળી બનાવીને સામૂહિક ખેતી અને ડેરી ફાર્મિંગ શરૂ કર્યું. તેનાથી ગામના દરેક પરિવારને વર્ષે રૂ. બે લાખ આવક થઈ રહી છે. આ પરિવર્તન જોઈને મહાનગરોમાં જઈને વસેલા 45 પરિવાર પાછા આવી ગયા. 35 પરિવારે તો ઘરો પણ રિનોવેટ કર્યા અને બાકીના પરિવારોનું પણ પાછા આવવાનું આયોજન છે. ગામમાં પાછા ફરેલા લોકોને પણ અહીં કામ અપાઈ રહ્યું છે, જેથી લૉકડાઉનમાં નોકરી ગુમાવનારાને પણ હવે રોજગારી મળી છે.

ઉદખંડામાં પરિવર્તનની શરૂઆત 2017માં થઈ હતી. અહીં રૂ. પાંચ લાખનું ભંડોળ ભેગું કરીને ‘હેંવલ ઘાટી કૃષિ વિકાસ સ્વાયત્ત સહકારિતા સમૂહ’ બનાવ્યું. સામૂહિક ખેતીની યોજના તૈયાર કરી, જે હેઠળ બંજર જમીનને ફરી ખેતી માટે તૈયાર કરવાની હતી. ત્યાર પછી આ સમૂહે આદુ અને વટાણાના બીજ ખરીદ્યા અને ખેતરોમાં વાવ્યા. ગામના આઠ પરિવારે બકરીઓ ખરીદી અને તેના ફાર્મ બનાવ્યા. આદુ અને વટાણાનો પહેલા પાકથી આ સમૂહે રૂ. 9 લાખ નફો કર્યો, જે બધાને વહેંચી દેવાયો.

ગામના પ્રધાન વિનોદ કોઠિયાલ કહે છે કે, ગામના લોકોએ નક્કી કર્યું કે, બજારમાં કાચો માલ નહીં વેચે, પરંતુ પ્રોસેસિંગ કરશે. એટલે કે, આદુનો પાવડર, અથાણા, બકરીના દૂધમાંથી બનેલા ઉત્પાદનો વગેરે વેચશે. આ માટે ગામમાં જ એક પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવાયો. ગામના લોકોના આ પ્રયાસથી ઉદખંડા આજે ઉત્તરાખંડનું મોડલ ગામ બની ગયું છે.

નિવૃત્ત થઈને પાછા ફર્યા તો કામ મળ્યું, પગાર પણ મળે છે
નિવૃત્ત પોલીસ અધિકારી ઋષિરામ કોઠિયાલ એ લોકોમાંના છે, જે મોટા હોદ્દા પરથી નિવૃત્ત થઈને પરિવાર સાથે ગામમાં પાછા આવ્યા છે. તેમને પણ સામૂહિક ખેતીમાં દેખરેખનું કામ સ્વીકાર્યું છે. નિવૃત્ત સિંચાઈ અધિકારી બી.આર. કોઠિયાલને પણ જવાબદારી અપાઈ છે, જ્યારે રત્નમણિ કોઠિયાલને ગોટ ફાર્મિંગના ઇન્ચાર્જ બનાવાયા છે. આ તમામને રૂ. પાંચથી દસ હજાર વચ્ચે પગાર મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો