તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટુરીઝમ:આજે અને 26મીએ સોમવારે પણ પ્રવાસીઓ માટે SOU ખુલ્લું રહેશે

કેવડીયા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
બે દિવસથી SOU ખાતે પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે.
  • સામાન્ય સંજોગોમાં સોમવારે SOU બંધ રહે છે
  • 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી તમામ પ્રોજેક્ટ બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યાને હજી માત્ર બે દિવસ થયા છે. સામાન્ય સંજોગોમાં મેઈન્ટેનન્સ માટે દર સોમવારે સ્ટેચ્યુ અને તેની આસપાસના પ્રોજેક્ટને પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતા હોય છે. જોકે, લાંબા સમય બાદ શરૂ થયેલા પ્રવાસન સ્થળને આજે આને આગામી સોમવારે એટલે કે 26 ઓક્ટોબરે પણ પ્રવાસીઓ માટે ખુલ્લું રખાશે. ત્યારબાદ 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમ દિવસે માત્ર 600 પ્રવાસી આવ્યા હતા. જ્યારે બીજા દિવસે 2000 જેટલા પ્રવાસી નોંધાયા હતા.

આગામી 31 ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે વડા પ્રધાન નરેદ્ર મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી નર્મદા જિલ્લામાં તૈયારીઓ હાલમાં શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને કેવડિયા વિસ્તારને કોરોના ફ્રી બનાવવાના આશયથી પ્રવાસીઓના આગમન ઉપર આ વિસ્તારમં 6 દિવસ સુધી પ્રતિબંધ લાધવામાં આવશે. માત્ર એટલું જ નહીં પણ આ વિસ્તારમાં ચાલતાં તમામ લારી ગલ્લા અને દુકાનો પણ બંધ રાખવામાં આવશે. સાથે 21 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક પણ બંધ રાખવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો