તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુખદ:નાનામવા સર્કલ નજીક અકસ્માતમાં માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરના પુત્રનું મોત

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઇકને અજાણી કારે ઠોકર મારતા દુર્ઘટના સર્જાઇ

શહેરના નાનામવા સર્કલ નજીક સર્જાયેલા અકસ્માતમાં માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરના પુત્રનું મોત નીપજ્યું હતું. અજાણી કારે બાઇકને ઠોકરે લેતા દુર્ઘટના સર્જાઇ હતી. પોલીસે જીવલેણ અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ શરૂ કરી હતી. યુનિવર્સિટી રોડ પરના નીલકંઠનગરમાં રહેતા અરવિંદભાઇ લીંબાભાઇ સાકરિયા (ઉ.વ.53) મંગળવારે સવારે બાઇક ચલાવીને જતા હતા અને નાનામવા સર્કલ પાસે પહોંચ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી કારે બાઇકને ઠોકર મારી હતી. કારની ઠોકરથી રસ્તા પર ફંગોળાયેલા અરવિંદભાઇ લોહીલુહાણ થઇ ગયા હતા અને ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. સ્થળ પર હાજર ટ્રાફિક વોર્ડને અરવિંદભાઇને હોસ્પિટલમાં ખસેડ્યા હતા જોકે સારવાર દરમિયાન મોડીરાત્રે તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અરવિંદભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતા અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. અરવિંદભાઇના પિતા લીંબાભાઇ સાકરિયા યાર્ડમાં ડિરેક્ટર છે. બનાવ અંગે ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ શરૂ કરી હતી.

કાળીપાટ હત્યા કેસમાં આરોપીના જામીન રદ
કાળીપાટ ગામે માતાજીના મઢ પાસે તાવા પ્રસંગ ચાલી રહ્યો હતો. ત્યારે ગાળો બોલવાના મુદ્દે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી થઇ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વિશ્વજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાનું મોત નીપજતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે બે મહિલા સહિત 10 શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તમામને જેલહવાલે કર્યા હતા. દરમિયાન જેલહવાલે રહેલા આરોપી દિનેશ દૂધરેજિયાએ પુત્રની સગાઇ કરવાની હોય નક્કી કરવા માટે વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી. જે અરજી સામે ફરિયાદ પક્ષના એડવોકેટ રૂપરાજસિંહ પરમારે વિરોધ કરી રજૂઆત કરતા અદાલતે આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો