• Home
  • Kutchh
  • Bhuj
  • The son of Abadasa MLA Pradhyuman Sinh Jadeja firing in the air video viral

કચ્છ / અબડાસાના MLA પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રએ હવામાં ધડાધડ ફાયરિંગ કર્યું, 12 બોરની ગનના વીડિયો વાઈરલ

જયદીપસિંહ જાડેજાએ ફાયરિંગ કર્યાના વીડિયો વાઈરલ થયા
જયદીપસિંહ જાડેજાએ ફાયરિંગ કર્યાના વીડિયો વાઈરલ થયા

  • જયદીપસિંહ જાડેજાએ હવામાં ફાયરિંગ કર્યાના વીડિયો સોશિયલ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યા

Divyabhaskar.com

Jan 22, 2020, 05:35 PM IST

ભુજઃ કચ્છના અબડાસાથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહ જાડેજા હવામાં ધડાધડ ફાયરિંગ કરતો હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જયદીપસિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફાયરિંગના વીડિયો અપલોડ કર્યા હતા. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકાયા બાદ તમામ વીડિયો વાઈરલ થયા છે. જો કે આટલું બધુ થવા છતાં પ્રદ્યુમનસિંહ જાડેજાના દીકરાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણેય વીડિયો છે.
3 હથિયારથી ફાયરિંગ
ઈન્સ્ટાગ્રામ પર જયદીપસિંહે વીડિયો અપલોડ કર્યા છે તેમાં રિવોલ્વરથી 3 રાઉન્ડ ફાયરિંગ, બંદૂકથી એક રાઉન્ડ ફાયરિંગ અને 12 બોર ગનથી ધડાધડ 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું સ્પષ્ટ થયા છે. ધારાસભ્યના પુત્ર દ્વારા ધડાધડ ફાયરિંગ કરીને વીડિયો સોશિયલ પ્લેટફોર્મ પર મૂકાતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા છે.

. . . . #doubleshoot #jpfarm #12boregun #overundergun

A post shared by jaydeepsinh P jadeja (@jaydeepsinh_p_jadeja_7007) on

અગાઉ કચ્છમાં વીડિયો બનાવનારને પકડ્યા હતા
અગાઉ પશ્ચિમ કચ્છમાં પોલીસે હાથમાં હથિયાર રાખી સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી મૂકનાર સામે કાર્યવાહી કરી હતી. ત્યારે આજે વાઈરલ થયેલા વીડિયો બાબતે લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ મામલે પણ કાર્યવાહી કરાશે કે કેમ?
દીકરાના ફાયરિંગ બાદ પિતાએ કહ્યું ખોટું કહેવાય
દીકરાએ ત્રણ વીડિયોમાં ફાયરિંગ કરતા પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બહું ખોટું કહેવાય એવું ન કરવું જોઈએ. બંદૂક લાયસન્સની છે અને પાક રક્ષણની છે. વાડીમાં સાફ કરતો હતો અને ફાયરિંગ કરી છે. તેણે આવું ન કરવું જોઈએ. એ બહુ ખરાબ કહેવાય અને હું પણ વિરુધ્ધ છું. લાયસન્સનો હક વાડીમાં છે પ્રજા વચ્ચે કે કોઈ પ્રોગ્રામમાં નથી. એણે ખોટું કર્યું એમાં હું સંમત નથી. આપણે (ફાયરિંગ)કરવી જ ન જોઈએ આપણે શું જરૂર હોય? જે બંદૂકથી ફાયરિંગ કરે એ જવાબદાર હોય. પછી ભલેને મારો દીકરો હોય. ગુનો કર્યો હોય તો મારો પુત્ર હોય કે હું હોવ ગુનો બધાને સરખો લાગે. એ કરવું જ ન જોઈએ. હું કડક પગલાં લઈશ. મીડિયામાં આવે અને છોકરાઓની નજીવી ભૂલના કામના કારણે અમારે ખરાબ લાગેને. બિલકુલ ખોટું છે. લાયસન્સની કાયદેસરની છે વાડીમાં છે પણ હાથમાં ન લેવી જોઈએ. તે હું સંમત નથી. હા મીડિયામાં દેખાય છે એમાં ખોટું ન બોલવું જોઈએ. પરંતુ હું આગળ પૂરેપૂરું ધ્યાન રાખીશ.
તપાસ નખત્રાણા ડીવાયએસપીને સોંપાઈ
પૂર્વ કચ્છના એસપી સૌરભ તોલંબિયાએ વાઈરલ વીડિયો મામલે જણાવ્યું હતું કે, વીડિયોની પોલીસને જાણકારી થઈ છે અને તેમજ નખત્રાણા નાયબ પોલીસ વડાને તપાસ સોંપી દેવાયો છે. જયદીપસિંહ ફાયરિંગ કરેલા વીડિયો ક્યારે બનાવ્યા, કઈ જગ્યાએ બનાવ્યા તે સ્પષ્ટ થશે ત્યારે પોલીસ નિયમો અનુસાર કાર્યવાહી કરાશે.

X
જયદીપસિંહ જાડેજાએ ફાયરિંગ કર્યાના વીડિયો વાઈરલ થયાજયદીપસિંહ જાડેજાએ ફાયરિંગ કર્યાના વીડિયો વાઈરલ થયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી