તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિવાદ:શારીરિક નિયામકની જગ્યા માટે લાયકાત વિનાના ઉમેદવારને ઈન્ટરવ્યુ માટે બોલાવતાં સેટિંગની બૂ

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુનિ.માં શારીરિક નિયામકની ભરતી માટે 10 ઉમેદવારોને કોલ લેટર છોડાયા,આજે ઇન્ટરવ્યૂ યોજાશે
  • 6 મહિના પહેલા યુ.જી.સી અનુભવમાં ઘટાડો કર્યો હોવા છતાં નવી જાહેરાત ન આપી જૂની જાહેરાત મુજબ જ ભરતી કરાશે

હેમ. યુનિવર્સિટીમાં શારીરિક નિયામકની ભરતીમાં એક વ્યક્તિને લાયકાત વગર કોલલેટર છોડવવામાં આવ્યો હોઇ આજે યોજાનાર નિયામક માટેના ઇન્ટરવ્યૂ પહેલાથી જ નામ નક્કી હોવાની ગેરરીતિની આશંકા વ્યક્ત કરાઈ છે. ત્યારે આ બાબતે કુલપતિને રજુઆત મળી હોવા છતાં આંખ આડા કાન કરી ખોટું બોલી રહ્યા છે. ત્યારે આ ભરતીમાં શું પહેલાથી જ વ્યક્તિ નક્કી કરાયો છે.કે કેમ તે બાબતે પદ્યાપકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

યુનિવર્સિટીમાં ભરતી પ્રકિયા પર અનેક આક્ષેપ લાગ્યા છે.ત્યારે સોમવારે કરાનાર શારીરિક નિયામકની ભરતી માટે 22 ઓગસ્ટ 2019માં જાહેરાત આપી.હવે ઓક્ટો 2020માં ભરતી માટે ઇન્ટરવ્યૂ યોજાઈ રહ્યા છે.ત્યારે આ દરમ્યાન 6 માસ પહેલા યુજીસી દ્વારા વિભાગના નિયામકની ભરતીમાં 15 વર્ષના અનુભવમાં ઘટાડો કરી આસિસ્ટન્સ અથવા ડેપ્યુટી ડાયરેક્ટરનો 10 વર્ષનો અનુભવમાં કર્યો છે.ત્યારે યુનિવર્સિટી ફરી જાહેરાત આપવાના બદલે જૂની જાહેરાત જ યથાવત રાખી ભરતી કરવાનું નક્કી કર્યું છે.

જો ફરીથી યુનિએ જાહેરાત આપી હોત તો વધુ હરીફ ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે આવી શકત. પરંતુ હવે જૂની જાહેરાત પ્રમાણે ઇન્ટરવ્યૂ જ નક્કી કરાયા હોઈ તેમાં પણ કોઈ એક વ્યક્તિને લાયકાત ધરાવતો ન હોવા છતાં ઇન્ટરવ્યૂ કોલ છોડવામાં આવ્યો હોવાની રાવ સાથે રજુઆત થવા પામી છે.ત્યારે આ ભરતીમાં શું પહેલાથી જ વ્યક્તિ નક્કી કરાયો છે.કે કેમ તે બાબતે પદ્યાપકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

લાગકાત વગરના એક ઉમેદવારને કોલ લેટર છોડ્યો : આસિસ્ટન્ટ પ્રોફેસર
યુનિનાં શારીરિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર વિનુભાઈ ચૌધરી દ્વારા ભરતીના ઇન્ટરવ્યૂમાં એક ચોક્કસ વ્યક્તિનો નામ વગર ઉલ્લેખ કરી જાહેરાતમાં દર્શાવેલ ક્રાઈટેરિયામાં ન આવતા હોવા છતાં તેને ઇન્ટરવ્યૂ માટે કોલ લેટર યુનિવર્સીટી દ્વારા છોડાવવામાં આવ્યો છે.તે કોલીફાયડ નથી જેથી તેની કોલીફિકેશનની માહિતીઓ ચકાસણી કરીને ભરતી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

કમિટી દ્વારા 10 અરજીઓ સિલેક્શન ઉમેદવારોને કોલલેટર છોડ્યા છે. રજિસ્ટ્રાર
નિયામક માટે આવેલ અરજીઓ પૈકી કમિટી દ્વારા 10 અરજીઓ સિલેક્શન કરી તેમને કુલપતિની મંજૂરી બાદ સોમવારે ઇન્ટરવ્યૂ માટે કોલ લેટર છોડવામાં આવ્યા છે.તેવું રજિસ્ટ્રાર ડી.એમ પટેલે જણાવ્યું હતુ.

કુલપતિ કેમ ખોટું બોલે છે.તે મોટો પ્રશ્ન
16 તારીખે યુનિમાં લાયકાત વગર એક વ્યક્તિને કોલ લેટર છોડવામાં આવ્યો છે.તેવી પ્રોફેસર દ્વારા લેખિતમાં રજુઆત કરવા આવ્યા હતા. રજિસ્ટ્રાર હાજર ન હોઈ તેમને વહીવટી અધિકારી એ.આર મકવાણાને રજુઆત આપી હતી.તેમને આ રજુઆત કુલપતિને આપી હતી.અને ધ્યાન પણ દોર્યું હતુ.છતાં કુલપતિ જાણી જોઈને આંખ આડા કાન કરીને કહે છે કે મને કોઈ રજુઆત મળી જ નથી.ત્યારે વહીવટી અધિકારી અને રજિસ્ટ્રાર સાથે સંપર્ક કરતા બન્નેએ સ્વીકાર્યું હતું કે અરજી આવી હતી અને કુલપતિને દયાને પણ મૂકી છે. કુલપતિ કેમ ખોટું બોલે છે.તે બાબતે મોટો પ્રશ્ન ઉભો થયો છે.

કુલપતિ સાથે થયેલી વાતચીત
પ્રશ્ન : જાહેરાત મુજબ કે નિયમ મુજબ ભરતી કરાશે ?
કુલપતિનો જવાબ : જાહેરાત આપી હોય તે મુજબ જ ભરતી કરી શકાય છે.જેથી જાહેરાતમાં માંગવામાં આવેલ અનુભવ અને ક્રાટેરિયાવાળા ઉમેદવારોની ભરતી કરીશું.
પ્રશ્ન : 6 માસ પહેલા નિયમ બદલાયો ફરી જાહેરાત કેમ ન આપી ?
કુલપતિનો જવાબ : અગાઉના કુલપતિએ જાહેરાત આપી હતી.ત્યારબાદ મહામારીને લઇ પેન્ડિંગ હતી હવે ભરતી કરાઈ રહી છે.બીજી જાહેરાત અમે આપી નથી.
પ્રશ્ન : લાયકાત વગર એકને કોલ લેટર છોડ્યો છે ?
કુલપતિનો જવાબ :ભરતીમાં આવેલ અરજીઓની કમિટી ચકાસણી કરીને લાયકાત ધરાવતા લોકોને જ ઇન્ટરવ્યૂ કોલ લેટર છોડવામાં આવે છે.લાયકાત વગર કોઈને બોલાવ્યા છે.એવી મારા સુધી કોઈ રજુઆત આવી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો