તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:પુત્રના વાળ કાપતા દુકાનદારે જ મહિલા સાથે ખેતરમાં દુષ્કર્મ કર્યું

ઝઘડિયા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિનું ચાર વર્ષ પહેલાં અવસાન થતા મહિલાને પ્રેમજાળમાં ફસાવી
  • જયેશ વાળંદે આંગળીમાંથી લોહી કાઢી મહિલાના માથમાં સિંદુર પૂર્યું હતું

જીઆઇડીસીમાં પુત્રના વાળ કાપતા દુકાનદારે મહિલાને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ કર્યું હતું. મહિલાએ તેને બીજી સ્ત્રી સાથે કેમ સંબંધ રાખે છે, મને રાખવાની ના પાડે છે કહેતા તેણે ભૂંગળામાં માથુ નાખી મારી નાખવાની ધમકી આપી હતી. તેના મિત્રે પણ ફોન કરી અશ્લિલ માગણી કરી હતી. મહિલાએ બંને વિરૂદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા જીઆઇડીસીની નજીકના એક ગામમાં રહેતી 29 વર્ષીય મહિલાનો પતિ ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો. લગ્ન જીવન દરમિયાન તેમને બે સંતાનો પણ છે.હાલ મહિલા જીઆઇડીસીની એક કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

મહિલા તેના પુત્રના વાળ કપાવવા માટે અવાર નવાર ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી તલોદરા ગામના જયેશ ગણપત વાળંદની દુકાને જતી હતી. દરમિયાન વિધવા મહિલાને જયેશ વાળંદ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જયેશ અને વિધવા મહિલાના પ્રેમ સંબંધમાં અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. જયેશે વિધવા મહિલાને વચન આપ્યું હતું કે, તને જીવનભર અપનાવીશ. તેણે એક વખત પોતાની આંગળીમાંથી લોહી કાઢી મહિલાના માથામાં સિંદૂર પણ પુર્યું હતું અને તું મારી પત્ની છે તેમ કહ્યું હતું.

ગત તારીખ 4 ઓગષ્ટે મહિલા જયેશના ગામ તલોદરા જઇ તું કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખતો હોવાથી તને એકાંત સ્થળે મળવું છે કહેતા જયેશે તેને માર માર્યો હતો. બીજી વાર તેણે મહિલાને ફોન કરી મળવા બોલાવી જંગલમાં લઇ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. દરમિયાન જયેશ વાળંદના મિત્ર તુષાર રમેશ પટેલે પણ મહિલાને ફોન કરી તું મારી સાથે આવજે હું તને રૂપિયા આપીશ તેમ કહી શરીર સંબંધ રાખવાની માંગણી કરી હતી. ભોગ બનેલી મહિલાએ તલોદરા ગામના જયેશ ગણપત વાળંદ અને તુષાર રમેશ પટેલ વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો