અમદાવાદ / જામીન મળ્યા છતાં હાર્દિક આજની રાત જેલમાં વિતાવશે, કાલે જેલમાંથી નીકળતા જ પોલીસ ફરી અટકાયત કરશે

હાર્દિક પટેલની ફાઈલ તસવીર
હાર્દિક પટેલની ફાઈલ તસવીર

  • જાહેરનામાના ભંગ બદલ માણસા અથવા સિદ્ધપુર પોલીસ કાલે સવારે જ અટકાયત કરશે
  • હાલ માણસા અને સિદ્ધપુર પોલીસ અટકાયત કરવા પહોંચી છે

Divyabhaskar.com

Jan 22, 2020, 08:00 PM IST

અમદાવાદઃ હાર્દિક પટેલને જામીન મળવા છતાં આજની રાત જેલમાં રહેવાનો વારો આવ્યો છે. કોર્ટે હાર્દિકના જામીન મંજૂર તો કર્યા છે, પણ બીડું જમા કરાવવાનો સમય પૂરો થઈ ગયો હોવાથી હાર્દિકને જેલમાં રહેવું પડશે. હવે આવતી કાલે સવારે 9 વાગ્યે બીડું સોંપીને હાર્દિકને જેલમુક્ત કરવામાં આવશે. તો બીજી બાજુ, હાર્દિકને માણસા અથવા સિદ્ધપુર પોલીસ જેલમાંથી મુક્ત થયાબાદ જેલબહારથી જ અટકાયત કરશે. હાર્દિક પટેલે માણસા અને સિદ્ધપુરમાં સભા કરી હતી જેમાં તેણે જાહેરનામાનો ભંગ કર્યો હતો. હાલ માણસા અને સિદ્ધપુર પોલીસ હાર્દિકની અટકાયત કરવા પહોંચી છે.

ફરી આવી ભૂલ ન કરવાની બાંહેધરી પર શરતી જામીન મંજૂર

રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે.બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે હાર્દિકને શરતી જામીન આપ્યા હતા. તેમજ કોર્ટે હાર્દિકને હવે પછી કેસની તારીખમાં ફરજીયાત હાજર રહેવાનો આદેશ કર્યો છે. જ્યારે હાર્દિકના વકીલે કોર્ટમાં બાહેંધરી આપી હતી કે, હાર્દિક હવે ફરીથી આવી ભૂલ કરશે નહીં. ઉલ્લેખનીય છે કે, આજે(22 જાન્યુઆરી) સવારે કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી અને સાંજ સુધી ચુકાદો અનામત રાખ્યો હતો.

હાર્દિક પટેલે કોર્ટ કઈ કઈ બાહેંધરી આપી

- મારા તરફથી કોર્ટ કાર્યવાહીમાં ડીલે થાય એવું કૃત્ય કરવામાં આવશે નહીં
- નામદાર કોર્ટને હું કેસ કાર્યવાહી દરમિયાન સંપૂર્ણ સાથ સહકાર આપીશ
- મારા તરફથી કેસને લંબાવવા માટે ક્યારેય કોઈપણ પ્રકારની મુદ્દત માંગવામાં આવશે નહીં
- નામદાર કોર્ટ ફરમાવશે તે તમામ શરતોનું ચૂસ્તતા પૂર્વક પાલન કરીશ.
વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ થઈ હતી

આ પહેલા શનિવારે રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું. ત્યાર બાદ સાઇબર ક્રાઈમની ટીમે ગણતરીના કલાકોમાં વિરમગામ પાસેથી હાર્દિકની ધરપકડ કરી હતી. હાર્દિકને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 24મી સુધી જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ કર્યો હતો. ત્યાર બાદ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

શું છે સમગ્ર મામલો
વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક સહિતના આરોપીઓ જાણી જોઇને વિવિધ પ્રકારની અરજીઓ કરી મુદત પડાવે છે. સામાન્ય કામ હોવા છતાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજીઓ કરતા હોવાથી કેસની ટ્રાયલ ચલાવવામાં વિલંબ થઇ રહ્યો છે.

X
હાર્દિક પટેલની ફાઈલ તસવીરહાર્દિક પટેલની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી