તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પાણીચું:સિવિલના મહિલા તબીબ સામે પ્રેમનો એકરાર કરતાં સર્વેન્ટે નોકરી ગુમાવી

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય કર્મીઓની હાજરીમાં પ્રપોઝ કરતા તબીબ ક્ષોભીલા બન્યા

ફિલ્મી સ્વપ્નમાં રાચતા સિવિલ હોસ્પિટલના સર્વન્ટે સિવિલના જ સુંદર મહિલા તબિબને પ્રપોજ કરતા જમીનની હકિકતનો સાક્ષાત્કાર થયો હતો. મહિલા તબિબે સિવિલના સત્તાધીશોને બનાવની જાણ કરતા સર્વન્ટને પાણીચું પકડાવી દીધું હતું. જોકે સર્વેન્ટે અન્ય કર્મચારીઓની હાજરીમાં પ્રપોઝ કરતા મહિલા તબિબ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.

ફિલ્મની સ્ટોરીમાં સર્વન્ટના પ્રેમમાં કે રખડુ યુવાનના પ્રેમમાં મહિલા તબિબ પડતા હોય છે. આથી ફિલ્મી સ્ટોરીની વધુ પડતી અસર ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નોકરી કરતા સર્વન્ટ ઉપર થઇ હોય તેવો કિસ્સો તાજેતરમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બન્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સર્વન્ટ તરીકે નોકરી કરતો યુવાન મહિલા તબિબની સાથે એક જ વિભાગમાં કામ કરતો હતો. પરંતુ યુવાન સર્વન્ટ મહિલા તબિબની સુંદરતાનો પાગલ હતો. ઉપરાંત મનોમન મહિલા તબિબને ચાહતો પણ હોવાથી મહિલા તબિબના કહેવા મુજબ તમામ કામ કરતો હતો. જોકે સર્વન્ટની કામ કરીને મહિલા તબિબને રાજી રાખીને ફિલ્મની જેમ પ્રેમમાં પાડવા માંગતો હોવાની ચર્ચા સિવિલના કર્મચારીઓમાં થઇ રહી છે.

સુંદર મહિલા તબિબને પ્રપોઝ કરવાની તક જ યુવાન સર્વન્ટ શોધતો હતો. તેમાં તાજેતરમાં તેને તક મળી જતા અન્ય કર્મચારીઓની હાજરીમાં યુવાન સર્વન્ટે મહિલા તબિબને પ્રપોઝ કર્યું. આથી મહિલા તબિબ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. તેમ છતાં મહિલા તબિબે સર્વન્ટને ઠપકો આપવો કે ગુસ્સો પણ કર્યો નહી. પરંતુ સમગ્ર બનાવની જાણ મહિલા તબિબે સિવિલના સત્તાધીશોને કરી હતી. આથી આ મામલાને ગંભીરતા લઇને હોસ્પિટલના સત્તાધીશોએ યુવાનને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું હોવાની ચર્ચા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો