શેરબજાર / સેન્સેક્સ 10 અંક વધીને 38,731 પર બંધ, નીચના સ્તરથી 295 અંક ઉપર આવ્યો

The Sensex rose by 10 points to close at 38,731, up 295 points from the lowest level

  • કારોબાર દરમિયાન સેન્સેક્સ 38,435.87ના સ્તર સુધી ઘટ્યો હતો
  • ટાઈટનના શેરમાં 12% ઘટાડો, યુપીએલ 3.5% ઘટ્યા

Divyabhaskar.com

Jul 09, 2019, 05:00 PM IST

મુંબઈઃ શેરબજારમાં મંગળવારે ભારે ઉતાર-ચઢાવ ભર્યો કારોબાર થયો હતો. સેન્સેક્સ 10 અંક વધીને 38,730.82 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 285 અંક ઘટીને 38,453.87 પર આવી ગયો હતો. નિફ્ટીનું કલોઝિંગ 2.70 પોઈન્ટ નીચે 11,555.90 પર થયું હતું. ઈન્ટ્રા-ડે મા તે 98 અંક ઘટીને 11,461ના સ્તરે આવી ગયો હતો.

ઓએનજીસીના શેરમાં 1 ટકા વધારો

બીજી તરફ યસ બેન્કના શેરમાં લગભગ 2 ટકા તેજી જોવા મળી છે. સનફાર્મા અને ઓએનજીસી લગભગ 1-1 ટકા ચઢ્યા. રિલાયન્સ, ટાટા સ્ટીલ, વેદાંતા અને ઓએનજીસીના શેરમાં 0.5 ટકાથી 0.7 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.

બજાર પર બજેટની જાહેરાતોની અસર ચાલુઃ એનાલિસ્ટ

જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસના રિસર્ચ હેડ વિનોદ નાયરના જણાવ્યા પ્રમાણે આમ બજેટ શેરબજારની આશા પ્રમાણેનું ન રહ્યું. અન્ય એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે બજેટમાં કરવામાં આવેલા ટેક્સના પ્રસ્તાવના કારણે રોકાણકારોના મનમાં આશંકા છે. આ કારણે બજેટ બાદ બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે રજૂ કરેલા બજેટમાં કહ્યું હતું કે લિસ્ટેડ કંપનીઓમાં પબ્લિક શેરહોલ્ડિંગ 25 ટકાથી વધારીને 35 ટકા કરવાનો પ્રસ્તાવ સેબીએ આપ્યો છે. આ સિવાય 2-5 કરોડ અને 5 કરોડ રૂપિયાથી વધુ આવક વાળ પર સરચાર્જ વધારવાની જાહેરાત કરી છે. આ કારણે વિદેશી રોકાણકારો પર ટેક્સનો ભાર વધવાની શકયતા છે. જોકે, સોમવારે સીબીડીટીએ કહ્યું કે વિદેશી રોકાણકોરની ચિંતાઓને લઈને ઝડપથી સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવશે.

X
The Sensex rose by 10 points to close at 38,731, up 295 points from the lowest level
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી