શેરબજાર / સેન્સેક્સ 312 અંકના વધારા સાથે 39,435 પર, નિફ્ટી 97 અંક વધી 11,796 પર બંધ

The Sensex has gained 312 points to close at 39,435, the Nifty closed on 97 points at 11,796

  • ક્રુડ ઓઈલનો રેટ ઓછો થવાને કારણે ઓઈલ કંપનીઓના શેર 3 ટકા ઉછળ્યા
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં 2.6 ટકા વધારો, ટાટા સ્ટીલના શેરમાં 2 ટકા તેજી 

Divyabhaskar.com

Jun 25, 2019, 05:20 PM IST

મુંબઈઃ છેલ્લા બે સત્રના ઘટાડા બાદ શેરબજાર મંગળવારે ફાયદામાં રહ્યું હતું. સેન્સેક્સ 311.98 અંકના વધારા સાથે 39,434.94 પર બંધ થયું હતું. કારોબાર દરમિયાન તે 39,490.64 સુધી પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 96.80 અંક પર 11,796.45 પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે 11,814.40ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

મેટલ ઈન્ડેક્સમાં 1.74% તેજી

સેન્સેક્સના 30માંથી 20 અને નિફ્ટીના 50માંથી 35 શેર વધારા સાથે બંધ થયા હતા. એનએસઈ પર તમામ 11 સેકટર ઈન્ડેક્સ ફાયદામાં રહ્યાં. મેટલ ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.74 ટકા તેજી જોવા મળી હતી.

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
જેએસડબલ્યુ સ્ટીલ 3.18%
બીપીસીએલ 3.03%
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 2.61%
એક્સિસ બેન્ક 2.26%
ટાટા સ્ટીલ 2.03%

નિફ્ટીના ટોપ-5 લુઝર​​​​​​​​​​​​​​

શેર ઘટાડો
યસ બેન્ક 2.05%
ઈન્ફ્રાટેલ 1.28%
એશિયન પેન્ટ 1.03%
ઈન્ડસઈન્ડ બેન્ક 0.67%
એલએન્ડટી 0.59%
X
The Sensex has gained 312 points to close at 39,435, the Nifty closed on 97 points at 11,796
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી