અમદાવાદ / સીલ કરાયેલા નંદનવન કોમ્પ્લેક્સે 3.50 લાખ દંડ ભર્યો

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

  • સુભાષબ્રિજ પાસેના કોમ્પ્લેક્સની 42 દુકાન ગંદકી બદલ સીલ કરાઇ હતી

Divyabhaskar.com

Jan 25, 2020, 01:53 AM IST
અમદાવાદ: સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મ્યુનિ. દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ હેઠળ સીલ કરાયેલી નંદનવન કોમ્પ્લેક્સની 42 દુકાન માલિકોએ રૂ.3.50 લાખ દંડ પેટે ભરતાં તેમના સીલ ખોલવામાં આવ્યા છે.
સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલા નંદનવન કોમ્પ્લેક્સના ભોંયરામાં ભારે ગંદકી ફેલાયેલી હોવાથી મ્યુનિ.એ ગંભીર નોંધ લઈ ગંદકી માટે તમામ દુકાન માલિકોને જવાબદાર ગણ્યા હતા. મ્યુનિ. દ્વારા સ્વચ્છ અમદાવાદના ભાગરૂપે હાથ ધરાયેલી ઝુંબેશમાં આ 42 દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. શહેરના પશ્ચિમ ઝોન દ્વારા કરાયેલી કડક કાર્યવાહી બાદ આખરે દુકાન માલિકોએ દંડ ભરવા માટે તૈયારી દર્શાવી હતી. મ્યુનિ.એ એક સપ્તાહ બંધ રહેલી દુકાનોને રૂ. 3.50 લાખનો દંડ કરવાનો નિર્ણય કર્યો હતો.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી