• Home
  • Utility
  • The SBI issued an alert to stop fraudulent debit card fraud

અલર્ટ / જુના ડેબિટ કાર્ડથી થતી છેતરપિંડીને અટકાવવા માટે SBIએ અલર્ટ જારી કર્યું

The SBI issued an alert to stop fraudulent debit card fraud

  • મેગ્નેટિર સ્ટ્રિપવાળા કાર્ડ્સથી વધતી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને બેંક દ્વારા ચેતવણી આપવામાં આવી 
  • અકાઉન્ટને હંમેશાં તમે ઉપયોગ કરો છો તે મોબાઇલ નંબર સાથે લિંક કરો

Divyabhaskar.com

Feb 18, 2020, 07:40 PM IST

યુટિલિટી ડેસ્ક. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ATMથી થતી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને અલર્ટ જારી કર્યું છે કે, જુના અને એક્સપાયરી કાર્ડને રાખવામાં બેદરકારી દાખવવી નહીં પરંતુ તેને પણ એટલા સાચવીને રાખો જેટલા નવા કાર્ડને રાખો છો. આ ચેતવણી મેગ્નેટિર સ્ટ્રિપવાળા કાર્ડ્સથી વધતી છેતરપિંડી બાદ આપવામા આવી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકો માટે અલર્ટ ટિપ્સ જારી કરી છે. હકીકતમાં મેગ્નેટિક ટ્રિપ્સવાળા કાર્ડની જગ્યાએ બેંકોએ ચિપ આધારિત ડેબિટ કાર્ડ જારી કર્યા છે. નવા કાર્ડ આવ્યા બાદ ગ્રાહકો જુના કાર્ડને નકામા સમજીને ફેંકી દે છે. તેનો ફાયદો હેકર ઉઠાવી રહ્યા છે, કેમ કે, તે કાર્ડ પર તમારા 16 અથવા 19 ડિજિટ હોય છે. જેનો ઉપયોગ હેકર કરે છે અને અકાઉન્ટમાંથી પૈસા કાઢી લે છે.

આટલી બાબતોનું ધ્યાન રાખવું
બેંકોના જણાવ્યા અનુસાર, મોટાભાગના યુઝર્સ ATMમાંથી પૈસા કાઢતા સમયે તેમાં બ્લિંક કરતી લાઈટ પર ધ્યાન નથી આપતા. એવામાં છેતરપિંડીનું જોખમ વધી જાય છે. તેથી જરૂરી છે કે, ATMમાંથી પૈસા કાઢતા પહેલા ચેક કરી લેવું કે, ATM મશીનમાં ગ્રીન કલરની લાઈટ ફ્લેશ થઈ રહી છે કે નહીં.

ATM સ્લિપને કેબિનમાં ક્યારેય પણ ફેંકવી નહીં. બેંકના જણાવ્યા પ્રમાણે, સ્લિપમાં તમારા બેંક અકાઉન્ટની વિગતો હોય છે. એવામાં અકાઉન્ટ હેક કરવા માટે સ્લિપનો ઉપયોગ હેકર કરી શકે છે. સ્લિપને હંમેશાં નાના ટુકડા કરી ફાડીને ડસ્ટબિનમાં નાખવી. બને ત્યાં સુધી ATM મશીનમાં સ્લિપ પ્રિન્ટનો ઓપ્શન પસંદ ન કરવો, કેમ કે, તમામ ટ્રાન્ઝેક્શનની માહિતી ઓનલાઈન અને મોબાઈલ પર આવી જતી હોય છે.

શોપિંગ દરમિયાન પિન નાખતા સમયે હોટેલ, શોપ, પેટ્રોલ પંપ અથવા બીજી જગ્યાઓ પર સાવધાની રાખવી. ATMમા પૈસા કાઢતી વખતે યુઝર પિન ફીડ કરવામાં સેફ્ટી નથી રાખતા. 48 ટકા છેતરપિંડી આ પ્રકારના કિસ્સાઓમા થાય છે.

ઘણી વાર આપણે અકાઉન્ટ નંબરને મોબાઇલ સાથે લિંક કરીએ છીએ. એવામાં ATMથી છેતરપિંડી થાય તો પણ આપણને રીઅલ ટાઇમ માહિતી મળતી નથી. આવી સ્થિતિમાં તમારા અકાઉન્ટને હંમેશાં તમે ઉપયોગ કરો છો તે મોબાઇલ નંબર સાથે લિંક કરો.

X
The SBI issued an alert to stop fraudulent debit card fraud

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી