તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પગપાળા સંઘ:ખાબજી ગામનો 25 વર્ષથી ડાકોર દર્શને જતો સંઘ નેત્રંગ પહોંચ્યો

નેત્રંગ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવદિવાળીની વહેલી સવારના સૂર્ય કિરણો સાથેના દર્શનની માન્યતા

નેત્રંગ તાલુકાના ખબાજી ભરાડા ગામથી પગપાળા ડાકોર જતો સંઘ નેત્રંગ આવી પહોંચ્યો હતો.લોકો એ આરતી કરી દર્શનનો લ્હાવો લીધો હતો. જ્યારે તલવાર નૃત્ય લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું. દર વર્ષે પ્રકાશ નો પર્વ તહેવાર પૂરો થાય એટલે ભાતિજી મહારાજમાં આસ્થા ધરાવતા લોકો ભાતીજીના સ્થાનક ફાગવેલ અને ઠાકોર સુધી પગપાળા યાત્રા આરંભે છે. દેવદિવાળીની વહેલી સવારના સૂર્ય કિરણો સાથેના દર્શનની માન્યતા અનોખી છે. જ્યાં વાંસ અને કાળગમાં પૂંઠાથી બનાવેલા ઘોડા ને ચઢવવાની અનેરી આસ્થા જોડાયેલી છે. દોડતો ઘોડો પ્રગતિની નિશાની છે એવી જ માન્યતા ને આધારે જીવન માં પણ પ્રગતિ થતી રહે માટે શુભ આશય થી ઘોડા ને લઈ જવામાં આવે છે.

ચાલુ વર્ષે કોરોનાના કારણે પગપાળા જતા ભક્તો માં ઘટાડૉ થયો છે. ખબાજી ભરાડાના સુરેશ વસાવા( ઉં.40 ) સાથે ની વાતચીત માં તેમણે જણાવ્યું હતું કે, હું અને અમારો સંઘ છેલ્લા 25 વર્ષ થી ભાતીજી ના દર્શનાર્થે જઈએ છીએ જ્યાં છેલ્લી બે પેઢીથી અમારા કુટુંબના પુરુષો પગપાળા સંઘને લઈને જઈએ છીએ. વર્ષ દરમ્યાનના ધારેલા શુભ કામ અને બીજી ટેકના આધારે પેઢી દર પેઢી અમારું ગ્રુપ ભાતિજીના ચરણોમાં જઈએ છીએ. દર વર્ષે મારા ગામથી 40 થી પણ વધુ લોકો નો કાફલો ફાગવેલ અને ડાકોર સુધી પગપાળા યાત્રા કરે છે. આ યાત્રા ને યુવાન થી વૃધ્ધ પણ જોઈન કરે છે. આમ, ફાગવેલ પોહચતા 8 દિવસ નો સમય લાગે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો