રિસર્ચ / સિંગલ ચાઈલ્ડમાં મેદસ્વિતાનું જોખમ 7 ગણું વધારે રહે છે

The risk of obesity in the single child is 7 times higher

  • ઘરમાં એક જ બાળક છે તો તેને મેદસ્વિતાનું જોખમ તેવા બાળકો કરતા વધારે રહે છે જેમના ભાઈ-બહેન હોય છે
  • એકમાત્ર બાળકનું વજન વધવાની પાછળ ધણા પરિબળો હોય છે
  • સિંગલ ચાઈલ્ડની ખાવા-પીવાની આદત યોગ્ય નથી હોતી

Divyabhaskar.com

Nov 16, 2019, 07:25 AM IST

દિવ્યશ્રી ડેસ્ક. જો તમારા ઘરમાં એક જ બાળક છે તો તેને મેદસ્વિતાનું જોખમ તેવા બાળકો કરતા વધારે રહે છે જેમના ભાઈ-બહેન હોય છે. તાજેતરમાં કરવામાં આવેલ રિસર્ચમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. પરિવારમાં એકમાત્ર બાળકને ખાવાની આદત અને શરીરના વજનનું રિસર્ચ કર્યા બાદ સંશોધકોએ જણાવ્યું કે, સિંગલ ચાઈલ્ડની ખાવા-પીવાની આદત યોગ્ય નથી હોતી. તો બીજી તરફ ભાઈ-બહેન હોય તેના બાળકોની ખાવાની ટેવ સારી હતી.

સંશોધકર્તા નતાલિયા મૂથના જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચની સાથે ઘણા રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે, સિંગલ ચાઈલ્ડમાં મેદસ્વિતાની શક્યતા વધારે હોય છે. ઘણા લોકો વિચારતા હોય છે કે એકનું એક બાળક જલ્દી બગડી જાય છે અને એટલા માટે તેમની ઉપલબ્ધીઓ અને વ્યક્તિત્વ પર ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે.

છેલ્લા એક દાયકામાં યુરોપ અને ચીનમાં સિંગલ ચાઈલ્ડ અને તેમના વજનને લઈને ઘણા રિસર્ચ થયા છે. ચીનની સિંગલ ચાઈલ્ડ પોલિસીથી સંશોધકોને ડેટા મળ્યો. 20,000 ચીની બાળકો પર કરવામાં આવેલ રિસર્ચ પરથી જાણવા મળ્યું કે, શહેરી ચીનના છોકરાઓમાં વજન વધવાની શક્યતા 36 ટકા વધારે હતી અને મેદસ્વિતાની શક્યતા 43 ટકા હતી.

રિસર્ચના મુખ્ય ઓથર ચેલ્સી ક્રેચના જણાવ્યા મુજબ, આ વાતને સાબિત કરવા માટે એક રિસર્ચ કરવામાં આવ્યું હતું જેના પરિણામ પરથી જાણવા મળ્યું કે જ્યાં એકલા બાળકો હોય તેવા પરિવારોની તુલનામાં એક કરતા વધારે બાળકો ધરાવતા પરિવારો વધુ આરોગ્યપ્રદ આહાર અપનાવે છે. ન્યૂટ્રિશિયન એજ્યુકેશન એન્ડ બિહેવ્યર નામની જર્નલમાં પ્રકાશિત આ રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે એક માત્ર બાળકોમાં મેદસ્વિતાનું જોખમ 7 ગણું વધારે રહે છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર, જો તમે ઘરે બનાવેલું ખાવાનું ખાવ છો તો તમારો બોડી માસ ઈન્ડેક્શ વધારે નહીં હોય. એકમાત્ર બાળકનું વજન વધવાની પાછળ ધણા પરિબળો હોય છે. એકમાત્ર સંતાન હોવાથી તેમને માતા-પિતાનો પ્રેમ વધારે મળે છે અને કોઈ પણ કામ કરવા માટે ખાવાની લાલચ આપવામાં આવે છે. જીદના કારણે બાળકો પોતાના ખાવા-પીવાનું ધ્યાન નથી રાખતા. તેવામાં બાળકોનું વજન વધી જાય છે.

3 દિવસ સુધી ડેલી ફૂડ લોગના ડેટાની તપાસ
આ રિસર્ચના અંતર્ગત સંશોધકોએ માતાઓ દ્વારા 3 દિવસ સુધી ડેલી ફૂડ લોગના ડેટાની તપાસ કરવામાં આવી જેમાં 2 સપ્તાહના દિવસો અને 1 સપ્તાહના દિવસોનો સમાવેશ હતો. સાથે સાથે શિક્ષકોએ પણ બાળકો સ્કૂલમાં શું ખાય છે તે વાતનું ધ્યાન રાખ્યું. સાથે સાથે માતાઓએ ફેમિલી ન્યૂટ્રિશિયન અને ફિઝિકલ એક્ટિવિટીની પ્રશ્નાવલી દ્વારા ખાવા પીવાની બાબતોમાં પોતાના પરિવારની આદતો વિશે જાણકારી આપી.

માતાઓને પણ પણ મેદસ્વિતાનું જોખમ
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જો પરિવારમાં સિંગલ ચાઈલ્ડ એટલે કે એકમાત્ર બાળક છે તો તે પરિવારમાં હેલ્ધી ઈટિંગ પ્રેક્ટિસ, પ્રવાહી પદાર્થની પસંદગી અને ટોટલ હેલ્ધી ઈટિંગ ઈન્ડેક્સનો સ્કોર ઓછો હતો. રિસર્ચમાં તે પણ જાણવા મળ્યું કે માત્રા બાળકો જ નહીં પણ એકમાત્ર સંતાનની માતાઓ પણ મેદસ્વિતાનો ભોગ બને છે.

X
The risk of obesity in the single child is 7 times higher

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી