તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:ફોન ટેપિંગ અને સાઈબર સેલના અધિકાર હવે ફરીથી ગૃહ મંત્રી પાસે

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ બાબતોના નિર્ણય લેવાના અધિકાર જે વ્યક્તિ પાસે હોય એનું ખૂબ મહત્ત્વ હોય

હાલના સમયમાં કોઈના પણ ફોનનું છુપું રેકોર્ડિંગ કરવાથી લઈને સાઈબર ગુના સુધીની તમામ બાબતોને ઘણું મહત્ત્વ મળી રહ્યું છે. આવા સમયે આ બાબતોના નિર્ણય લેવાના અધિકાર જે વ્યક્તિ પાસે હોય એનું પણ ખૂબ મહત્ત્વ હોય છે. તેથી આ તમામ અધિકાર પોતાની પાસે જ હોવા જોઈએ, આ બાબતે થનારો દરેક નિર્ણય પોતાને પૂછીને જ થવો જોઈએ એવી ભૂમિકા લેતા ગૃહ મંત્રી અનિલ દેશમુખે આ તમામ અધિકારો પોતાના હસ્તક લીધા છે.

પુરોગામી ફડણવીસ સરકારના સમયે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે જ ગૃહ મંત્રી પદ હતું. એ સમયે તેમણે આઈપીએસ અધિકારી બ્રિજેશ સિંઘને માહિતી અને જનસંપર્ક વિભાગમાં લાવ્યા હતા. મંત્રાલયમાંથી સાઈબર સંબંધિત અનેક નિર્ણયો થતા હતા. એ સમયે ફોન ટેપિંગનો વિષય ચર્ચામાં હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાં, ક્યારે અને કેવી રીતે નિયંત્રણ મેળવવું એની ચર્ચા પણ અનેક વખત થઈ હતી. આ બાબતના તમામ અધિકાર ફડણવીસ પાસે હતા. સરકાર બદલાઈ એ પછી આ બાબતના તમામ અધિકાર પોલીસ મહાસંચાલક સુબોધકુમારને આપવામાં આવ્યા. એ વિશે જુદા જુદા મત છે. આ અધિકાર પોલીસ મહાસંચાલકને મળે એના માટે એક ફાઈલ બનાવવામાં આવી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નવા હતા. તેમને આના વિશેની પૂર્વકલ્પના નહોતી. તેમણે આ ફાઈલ પર સહી કરી આપી અને આ અધિકાર પોલીસ મહાસંચાલક પાસે જતા રહ્યા.

ગૃહ મંત્રી અનિલ દેશમુખને આ વાતની જાણ થતા તેમણે ગૃહ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવને પૂછ્યું. તેમની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો નહીં. એટલે દેશમુખે તત્કાલીન મુખ્ય સચિવ અજય મહેતાના પત્ર લખ્યો. આ પત્ર પર પણ નિર્ણય લેવામાં આવતો નથી એમ ધ્યાનમાં આવતા દેશમુખે આ વિષય મંત્રીમંડળની બેઠકમાં રજૂ કર્યો. હું વિગતવાર માહિતી પછી જણાવું છું એમ મહેતાએ મુખ્યમંત્રી ઠાકરેને જણાવ્યું. તેથી બેઠકમાં ઝાઝુ કંઈ નિષ્પન્ન ન થયું. એટલે ગૃહ મંત્રી મુખ્યમંત્રીને મળવા વર્ષા નિવાસસ્થાને ગયા. ત્યાં આ બાબત પર વાત થઈ.

કોણ ફોન ટેપ કરી શકે છે?
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ અને એન્ટિ કરપ્શન એમ ત્રણ વિભાગ તરફથી કોઈના પણ ફોન રેકોર્ડ કરી શકાય છે. કોઈ વ્યક્તિના ફોન પર છ-સાત દિવસ નજર રાખવી હોય તો એનો અધિકાર આ વિભાગના પ્રમુખને હોય છે. એનાથી આગળ અતિરિક્ત મુખ્ય સચિવ ગૃહ વિભાગની પરવાનગી જરૂરી હોય છે. બ્રિજેશ સિંઘની બદલી થયા પછી તેમને ડીજી ઓફિસમાં લાવવામાં આવ્યા હતા. એના પર સીધું નિયંત્રણ પોલીસ મહાસંચાલકનું હતું. હવે આ બાબતનો કોઈ નિર્ણય નહીં થાય.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો