તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પરિણામ:પરીક્ષા પૂરી થયાના 10 દિવસમાં કોમર્સ ફેકલ્ટીનું પરિણામ જાહેર

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ.સ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં 6 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
  • 725 શંકાસ્પદ કોપી કેસનાં પરિણામ રોક્યાં : અનફેરમેન્સ કમિટી સ્ક્રૂટિની કરશે

મ.સ.યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ લેવામાં આવેલી ત્રીજા તબક્કાની ઓનલાઇન એક્ઝામના પરિણામો જાહેર કરાયાં છે. ત્રીજા તબક્કાની ઓનલાઇન એક્ઝામ આપનાર કોમર્સના ત્રીજા વર્ષના 6 હજાર પૈકી 725 વિદ્યાર્થી શંકાસ્પદ કોપીકેસમાં પકડાયા હોવાનું જાણવા મળ્યું છે. અનફેરમેન્સ કમિટી દ્વારા આ શંકાસ્પદ કિસ્સામાં સ્ક્રૂટિની કર્યા બાદ કોપી નહીં કરી હોય તેવા વિદ્યાર્થીનાં પરિણામ જાહેર કરાશે.મ.સ.યુનિ. દ્વારા કોરોનાને કારણે ઓનલાઇન એક્ઝામ યોજવાનો નિર્ણય લેવાયો હતો. તમામ ફેકલ્ટીઓમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરનાર છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની ઓનલાઇન એક્ઝામ લેવામાં આવી હતી. ત્રીજા તબક્કાની કોમર્સ ફેકલ્ટીની ઓનલાઇન એક્ઝામ પૂર્ણ થયાના 10 દિવસમાં જ યુનિવર્સિટી દ્વારા તેનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. કુલ 6 હજાર પરીક્ષાર્થીઓ પૈકી 725 જેટલા વિદ્યાર્થીઓ શંકાસ્પદ રીતે કોપી કરતા હોવાનું જણાતાં તેમના પરિણામ અટકાવી દેવાયાં છે.

યુનિ. રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, અનફેરમેન્સ કમિટી દ્વારા આ શંકાસ્પદ કોપી કેસોની સ્ક્રૂટિની કરાયા બાદ જે વિદ્યાર્થીઓએ કોપી નહીં કરી હોય તેવા વિદ્યાર્થીઓનાં પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી દ્વારા એક અઠવાડિયા અગાઉ જ 5 ફેકલ્ટીનાં પરિણામ જાહેર કરાયાં હતાં. સામાન્ય રીતે જ્યારે ઓનલાઇન એક્ઝામ નહોતી લેવાતી ત્યારે વિદ્યાર્થીઓને પરિણામ જાણવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી, પરંતુ ઓનલાઇન એક્ઝામને કારણે વિદ્યાર્થીઓને ઝડપથી પરિણામ મળી ગયાં છે.

પ્રથમ બે તબક્કામાં યોજાયેલી પરીક્ષામાં 81 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા
મ.સ.યુનિ. દ્વારા લેવામાં આવેલી પ્રથમ તબક્કાની ઓનલાઇન એક્ઝામમાં 1500માંથી 185 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન શંકાસ્પદ ગતિવિધિ જણાઈ આવી હતી. જેથી તેમનાં પરિણામ અટકાવી દેવાયાં હતાં. અનફેર્સમેન્ટ કમિટી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓની સ્ક્રૂટિની કરાયા બાદ માત્ર 37 વિદ્યાર્થીઓ પર કોપી કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે બીજા તબક્કાની એક્ઝામમાં 2500 વિદ્યાર્થીમાંથી 327 શંકાસ્પદ કોપી કેસની સ્ક્રૂટિની કર્યા બાદ 44 વિદ્યાર્થીઓ પર કોપી કેસ કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો