અપકમિંગ / ‘રેડમી X’ ટીવી અને ‘રેડમીબુક’ લેપટોપ ચીનમાં 26મે એ લોન્ચ થશે

The Redmi X TV and Redmibook laptop will launch in China on May 26
X
The Redmi X TV and Redmibook laptop will launch in China on May 26

 • ‘રેડમી X’ ટીવીમાં મોશન એસ્ટિમેશન મોશન કમ્પેન્સેશન ટેક્નોલોજી મળશે
 • ‘રેડમીબુક’ લેપટોપમાં 16.1 ઈંચની ડિસ્પ્લે મળશે, જેમાં 90% સ્ક્રીન ટુ બોડી રેશિયો મળશે
 • લેપટોપમાં Ryzen 4000 પ્રોસેસર મળશે

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 11:41 AM IST

ચાઈનીઝ ટેક કંપની શાઓમી ચીનમાં 26મે એ ઓનલાઈન ઈવેન્ટમાં મલ્ટિપલ પ્રોડક્ટ લોન્ચ કરશે. તેમાં ‘રેડમી X’ ટીવી અને ‘રેડમીબુક’ લેપટોપ સામેલ છે. લોન્ચિંગ પહેલાં કંપનીએ ચાઈનીઝ માઈક્રોબ્લોગિંગ સાઈટ વીબો પર બંને પ્રોડક્ટના ટીઝર રિલીઝ કર્યાં છે. ‘રેડમી X’માં 98 ઈંચની 4K ડિસ્પ્લે મળશે. ‘રેડમીબુક’ લેપટોપમાં 16.1 ઈંચની ડિસ્પ્લે મળશે.

‘રેડમી X’ ટીવીનાં સ્પેસિફિકેશન

 • શાઓમીનાં X સ્માર્ટ ટીવી સિરીઝમાં ટોપ વેરિઅન્ટમાં 98 ઈંચની લાર્જ ડિસ્પ્લે મળશે. તેમાં MEMC (મોશન એસ્ટિમેશન મોશન કમ્પેન્સેશન) ટેક્નોલોજી મળશે.
 • તેની ડિસ્પ્લેમાં 60Hzનો રિફ્રેશ રેટ મળશે.
 • આ સિરીઝનાં ટીવીમાં 50, 55 ને 65 ઈંચની ડિસ્પ્લેના વેરિઅન્ટ પણ લોન્ચ થશે.

‘રેડમીબુક’ લેપટોપનાં સ્પેસિફિકેશન

 • લેપટોપમાં 3.26mmનાં અલ્ટ્રા થિન બેઝલ મળશે.
 • આ લેપટોપમાં 16.1 ઈંચની ડિસ્પ્લે મળશે.
 • તેમાં 90% સ્ક્રીન ટુ બોડી રેશિયો મળશે.
 • તેમાં Ryzen 4000 પ્રોસેસર મળશે.
 • કંપનીએ પ્રોડક્ટ્સની કિંમત અને અન્ય સ્પેસિફિકેશન પર હજુ મૌન સાધ્યું છે.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી