સેલ / ફ્લિપકાર્ટ પર રેડમી 8 સ્માર્ટફોનનો સેલ ગુરુવારે 12 વાગ્યાથી શરૂ થયો

The Redmi 8 smartphone sale on Flipkart started at 12pm on Thursday

HDFC બેંકનાં ડેબિટ કાર્ડથી ફોનની ખરીદી કરવા પર 10%નું ડિસ્કાઉન્ટ મળશે
ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી કરી શકાશે

Divyabhaskar.com

Nov 14, 2019, 05:24 PM IST

ગેજેટ ડેસ્કઃ ‘શાઓમી’ના બજેટ સ્માર્ટફોન ‘રેડમી 8’નું વેચાણ આજે શરૂ થયો છે. તેનું વેચાણ ફ્લિપકાર્ટ અને ઓફિશિયલ વેબસાઈટ પર કરવામાં આવી રહ્યું છે. આ ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનાં ઓનિક્સ બ્લેક, રુબી રેડ, સફાયર બ્લૂ અને એમરાલ્ડ ગ્રીન કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યાં છે.

ઓફર
ફ્લિપકાર્ટ પર સેલ દરમિયાન HDFC બેંકનાં ડેબિટ કાર્ડથી ફોનની ખરીદી કરવા પર 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત AXIS બેંકનાં ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવાથી 5%નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય 667 રૂપિયાની EMIની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

કિંમત
ફોનનાં 8GB+32GB વેરિઅન્ટની કિંમત 7,999, 4GB+64GB વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર ફોનનાં 4GB+64GB વેરિઅન્ટને 7,999 રૂપિયામાં વેચવામાં આવશે.

X
The Redmi 8 smartphone sale on Flipkart started at 12pm on Thursday

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી