તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વરાછાના સંવેદનશીલ વિસ્તારોમાં રેપીડ એક્શન ફોર્સેની કંપનીએ ફ્લેગ માર્ચ કરી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
RAFની કંપનીએ સુરતના વરાછાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી.
  • અમદાવાદ વસ્ત્રાલની આરએએફની પ્લાટૂને વિસ્તારોનો પરિચય મેળવ્યો
  • 14મીથી 20મી ફેબ્રુઆરી દરમિયાન સુરતના વિવિધ વિસ્તારમાં કંપની ફરશે

સુરતઃવરાછા વિસ્તારમાં અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ વિસ્તારમાં રેપીડ એક્શન ફોર્સ (RAF)ની કંપની દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના વસ્ત્રાલમાંથી આરએએફની એક પ્લાટૂન સુરત જિલ્લાના પરિચય અને અભ્યાસ માટે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહી છે.

ઈમર્જન્સીમાં મદદ થઈ શકે માટે અભ્યાસ
પ્લાટૂનના કમાન્ડેટ ઓફિસર વિનાદકુમાર સહાએ જણાવ્યું હતું કે, આ નિયમિત અભ્યાસ છે. 14મી ફેબ્રુઆરીથી લઈને 20મી સુધી જે તે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સાથે રાખીને સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરીને સમગ્ર વિસ્તારની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. જેથી કરીને ભવિષ્યમાં કોઈ ઈમર્જન્સી ઉભી થાય અને આરએએફની મદદ લેવામાં આવે તો ત્યારે આરએએફ જે તે વિસ્તારથી પરિચિત હોય તો કામ કરવામાં સરળતાં રહે છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો