સુરત / ભેસ્તાનમાં ઘરમાં ચાલતા જુગારધામ પર દરોડો, સંચાલક સહિત 12 ઝડપાયા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • જુગારધામનો સંચાલક જુદા-જુદા સ્થળે જુગારધામ ચલાવતો હતો
  • ભેસ્તાનના યાહયા નગરમાં મકાન ભાડે રાખી જુગારધામ ચાલતો હતો

Divyabhaskar.com

Dec 11, 2019, 04:59 PM IST

સુરતઃ ભેસ્તાન યાહયા નગરના એક ઘરમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં સંચાલક સહિત 12ને ઝડપી પાડવામાં આવ્યા હતા અને પોલીસે 1.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સ્થળ પરથી 72 હજાર રૂપિયાથી વધુ કબજે કરાયા

મળતી માહિતી પ્રમાણે, પોલીસને બાતમી મળી હતી કે, ભેસ્તાન જીઆવ રોડ પર આવેલા યાહયા નગરના ઘર નં. 14માં જુગારધામ ચાલી રહ્યું છે. જેથી પોલીસે ટમીમ બનાવી દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા 12 યુવાનોને ઝડપી પાડી 72,710 રૂપિયા રોકડા અને 49,500ની કિંમતના 10 મોબાઈલ ફોન મળી કુલ 1.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસથી બચવા છેલ્લા કેટલાક સમયથી નાસ્તો ફરતો હતો

સુમન શક્તિ આવાસની સામે આવેલા હયાત નગરમાં રહેતો ફારૂક રઝાક મન્સૂરી મકાન ભાડે રાખી જુગારધામ ચલાવતા હતો.તેની પણ ધરપકડ કરી આ અંગે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફારૂક પોલીસથી બચવા છેલ્લા કેટલાક સમયથી જુદાજુદા સ્થળે મકાન ભાડે રાખી જુગારધામ ચલાવતો હતો.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી