તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રેસ્ક્યુ:20 ફૂટ ઊંડી ગટરમાં પડી ગયેલા ગલુડિયાને 2 કલાકે રેસ્ક્યુ કરાયું

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનમૈત્રી સેવા ફાઉન્ડેશન-પાલિકાના લાશ્કરોનું ઓપરેશન

ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલી 20 ફૂટ ઊંડી ગટરમાં પડી ગયેલા ગલુડિયાને મનમૈત્રી સેવા ફાઉન્ડેશન અને ફાયરના લાશ્કરો મોડી રાત્રીએ 2 કલાકની ભારે જહેમત ઉઠાવીને બચાવી લીધું હતું.ભરૂચ શહેરમાં મનમૈત્રી સેવા ફાઉન્ડેશન સંસ્થા અબોલ જીવોને દત્તક લઈને નિસ્વાર્થ સેવા અને આશ્રય આપે છે. શનિવારના રાત્રીના 12 વાગ્યાના અરસા સંસ્થાના સ્થાપક જયેશ પરીખ ઉપર કસક વિસ્તારમાંથી કોલ આવ્યો હતો.જેમાં શ્વાનનું નાનું ગલૂડિયું 20 ફૂટ ઊંડી ગટર પડી ગયું છે અને અંદરથી તેનો અવાજ આવી રહ્યો હોય મદદ માંગી હતી.કોલ મળતા જ રાત્રીના મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સભ્યો સાથે સ્થળ ઉપર પહોંચી જોતા અંદાજીત દોઢ-બે મહિનાનું ગલુડિયાને 20 ફૂટ ઊંડી ગટર ફસાઈ ગયુ હતું.પરંતુ ગટરનું ઉપરનું ઢાંકણ અંદાજીત 6 ફૂટ બાય 6 ફૂટનું અને ગટર 20 ફૂટ જેટલી ઊંડી હોવાથી તેને આસાનીથી બહાર કાઢી શકાય તે હોવાથી સંસ્થાએ ભરૂચ નગરપાલિકાના લાશ્કરોની મદદ માંગી હતી.પાલિકાના લાશ્કરોએ ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી 2 કલાકની ભારે જહેમત બાદ સ્થાનિકોની મદદ મેળવીને સીડીથી અંદર ઉતરીને ગલુડિયાનું રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યું હતું. ગલુડિયાને બહાર કાઢી તેને સાફ કરીને છોડી દેવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો