રિસર્ચ / અમેરિકન ઈન્ડિયન્સમાં અનિયનિત હૃદયના ધબકારાંની સમસ્યા વધારે જોવા મળે છે

The problem of  irregular heartbeat is more common in American Indians

  • રિસર્ચમાં 18 વર્ષોથી કેલિફોર્નિયામા રહેતા 1.6 કરોડ લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું
  • Afibને લીધે સ્ટ્રોક અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ વધી જાય છે

Divyabhaskar.com

Nov 23, 2019, 06:12 PM IST

હેલ્થ ડેસ્ક: હૃદયના ધબકારાં નિયિમિત રહેવા આવશ્યક છે. અમેરિકામા રહેતા ભારતીયોમા અનિયનિત હૃદયના ધબકારાંની સમસ્યા વધારે જોવા મળે છે. સર્ક્યુલેશન નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ મુજબ આશરે 27 લાખ અમેરિકન ઈન્ડિયન્સ Afib (આર્શિયલ ફેબ્રિલેશન - અનિયમિત હૃદયના ધબકારાં)ની સમસ્યા ધરાવે છે.

Afibને લીધે સ્ટ્રોક અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ વધી જાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં વર્ષ 2005થી 2011 સુધી કેલિફોર્નિયાના અમેરિકન ઈન્ડિયન્સ પર અવલોકન કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં પુરવાર થયું કે અમેરિકામા દર વર્ષે Afibના કેસમાં 7.5 ગણો વધારો જોવા મળે છે.

રિસર્ચમાં 18 વર્ષોથી કેલિફોર્નિયામા રહેતા 1.6 કરોડ લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં જોવા મળ્યું કે અમેરિકન ઈન્ડિયન્સમાં Afibની સમસ્યા વધારે જોવા મળે છે.

X
The problem of  irregular heartbeat is more common in American Indians

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી