કચ્છ / વાગડ પંથકમાં આડેસરનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુદ માંદગીના બિછાને

The primary health center of Adesar in the Vagad diocese is the bedrock of illness itself
The primary health center of Adesar in the Vagad diocese is the bedrock of illness itself

  • VHP દ્વારા આરોગ્ય કેન્દ્ર તાકીદે શરૂ કરવા માગ

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 12:37 PM IST

આડેસરઃ રાપર તાલુકાના આડેસરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુદ માંદગીના બિછાને હોઇ, આરોગ્ય સેવા કથળી રહી છે. પાણી, ગટર સહિતની સમસ્યાઓની સાથે-સાથે ખુદ તબીબ પણ અઠવાડિયામાં ત્રણ દિવસ આવતા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

બપોરે 12 વાગ્યા સુધી ઓપીડી ચાલુ હોય છે
ડો. પરેશ પટેલના ગયા પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિયમિત કોઇ તબીબની નિમણૂક ન કરાતાં હાલે અઠવાડિયામાં ત્રણ દિવસ જ તબીબ આવે છે તે પણ વળી બપોરે 12 વાગ્યા સુધી ઓપીડી ચાલુ હોય છે, ત્યારબાદ બંધ કરી દેવાય છે. વધુમાં પી.એચ.સી.માં સ્ટાફની પણ ઘટ છે. કાયમી તબીબ હતા ત્યારે આ પી.એચ.સી.માં મહિનાની 40-50 ડિલિવરી થતી હતી, તેની સામે હાલે બેડ ખાલીખમ દેખાય છે. વોટર કુલર પણ બંધ હાલતમાં છે.

ચારેબાજુ પાણી ભરાઇ જાય છે

અવાર-નવાર ઉભરાતી ગટરથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ઇલેક્ટ્રીક બોર્ડ પણ ખુલ્લું છે, જેથી ગમે ત્યારે અકસ્માત થવાની ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે. ઉપરાંત પી.એચ.સી.ના મુખ્ય ગેઇટ પાસે જ પાણીની લાઇન તૂટી ગઇ હોઇ, ચારેબાજુ પાણી ભરાઇ જાય છે, જેના કારણે ગંદકીની સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આ પી.એચ.સી.માં કાયમી તબીબની નિમણૂક કરાય અને પાયાની સુવિધાઓની પૂર્તતા કરાય તેવી માગ ગામ લોકોમાં ઉઠી રહી છે.

X
The primary health center of Adesar in the Vagad diocese is the bedrock of illness itself
The primary health center of Adesar in the Vagad diocese is the bedrock of illness itself

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી