તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્પાદન:પેકિંગ માટે વપરાતા ટેપરોલના ભાવમાં 3 મહિનામાં 55 ટકાનો ઉછાળો થયો

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લાસ્ટિક ફિલ્મમાં લાગતા એડહેસિવનો ભાવ 87% વધ્યો, પ્લાસ્ટિક ફિલ્મનો ભાવ 25% વધ્યો

લોકડાઉન ખુલ્યા બાદ દરેક વસ્તુના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે જેના પરિણામે બજારમાં દેકારો બોલી ગયો છે. ટેપરોલના ભાવમાં છેલ્લા 10 વર્ષમાં ન જોવા મળ્યો હોય તેવો તોતિંગ વધારો છેલ્લા 3 મહિનામાં જોવાયો છે અને 55 ટકાનો તોતિંગ ભાવવધારો થતાં વેપારી આલમમાં સોપો પડી ગયો છે. પ્રાઇડ પેકેજિંગના માલિક ચેતનભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, ટેપરોલમાં એડહેસિવનું રો-મટિરિયલ્સ જર્મની અને તાઇવાનથી આવે છે જેની આવક ઘટી છે. તેવી જ રીતે પ્લાસ્ટિક રોલ કે જે ટેપનો મુખ્ય પાર્ટ છે તેનું ઉત્પાદન પણ ભારતમાં માત્ર બે કંપની કોસ્મો અને જિંદાલ કરે છે.

ગત 9-સપ્ટેમ્બર સુધી એડહેસિવનો ભાવ રૂ.49 હતો જે વધીને રૂ.92 અત્યારે થઇ ગયો છે. તેવી જ રીતે પ્લાસ્ટિક ફિલ્મનો ભાવ કિલોએ રૂ.95 આસપાસ હતો તે વધીને રૂ.116 અત્યારે થઇ ગયો છે. ટેપરોલમાં ભાવ વધતા અમુક વેપારીઓ તેના બોક્સના ભાવની કિંમત યથાવત્ રાખી તેના મીટર ઘટાડી નાખે છે. અગાઉ એક ટેપરોલ 65 મીટરનો આવતો હતો તેના બદલે હવે 52 મીટરની લંબાઇ કરી નાખી છે. છેલ્લા 10 વર્ષમાં આવો ભાવવધારો અમે જોયો નથી. અત્યારે તો શેરબજારમાં જે રીતે ભાવમાં ઉછાળા આવે છે તેવા ઉછાળા અમારી બજારમાં જોવા મળી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો