તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગુડ મોર્નિંગ ગુજરાત:8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે, સી.આર. પાટીલે કહ્યું- હવે કોંગ્રેસના ધારાસભ્યોને લઈશું નહીં

અમદાવાદ9 દિવસ પહેલા

ચાલો જોઈએ આજની ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આજે ગુજરાતની આ 6 ઘટના પર રહેશે નજર

1) 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે, 135માંથી 33નાં ફોર્મ રદ
રાજ્યની 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કુલ 135 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. ત્યાર બાદ 17 ઓક્ટોબરે આ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 33નાં ફોર્મ રદ થયાં હતા. ચૂંટણીપંચે કુલ 102 ઉમેદવારને ચૂંટણી લડવા માન્ય ઠેરવ્યા છે. આજે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ છે. આમ, આજે સાંજે તમામ 8 બેઠકનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

2) આજથી ગુજરાત યુનિવર્સિટીની ફર્સ્ટ MBBSની નવા કોર્સની લેખિત પરીક્ષા
ગુજરાત યુનિવર્સિટીની ફર્સ્ટ MBBSની નવા કોર્સની લેખિત પરીક્ષા આજથી શરૂ થશે. આ પરીક્ષા 19 ઓક્ટોબરથી લઈ 24 ઓક્ટોબર સુધી ચાલશે. ફર્સ્ટ MBBSના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા બાદ યુનિવર્સિટીની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થશે. આ પ્રેક્ટિકલ પરીક્ષા 2 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી યોજાશે. મેડિકલ કોલેજો દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાનું રિવિઝન લેખિત પરીક્ષા બાદ 27 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી યોજાશે.

3) ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ ડાંગ-કપરાડામાં, કાર્યકરોને માર્ગદર્શન આપશે
8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ અને વિધાનસભા પેટાચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ભટ્ટ ડાંગ અને કપરાડામાં ઉપસ્થિત રહેશે, જ્યારે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા તેમજ પેટાચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી ધારી અને ગઢડામાં બેઠકો યોજશે. ભાજપના આ આગેવાનો ચૂંટણી વ્યવસ્થાપનની વિવિધ બાબતો અંગે કાર્યકરોને વિસ્તૃત માર્ગદર્શન આપશે.

4) રાજકોટ મનપાનું જનરલ બોર્ડ મળશે, ગેરકાયદે નળના જોડાણને કાયદેસર કરવાનો ઠરાવ
રાજકોટ મનપાનું આજે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે, જેમાં ત્રણ ઠરાવ મુકાયા છે તેમજ ભાજપના 22 કોર્પોરેટરના 22 પ્રશ્ન તેમજ કોંગ્રેસના 19 કોર્પોરેટરના 56 પ્રશ્ન મળી કુલ 78 પ્રશ્ન મૂકવામાં આવ્યા છે. નગરસેવકોએ પ્રાથમિક સુવિધા અને કોરોનાને લગતા પ્રશ્નો પૂછ્યા છે. જનલર બોર્ડની કાર્યસૂચિમાં સિનિયર ક્લાર્કની બઢતી લાયકાતમાં સુધારો કરવા, નલ સે જલ યોજના હેઠળ અડધા ઇંચના ગેરકાયદે નળના જોડાણને કાયદેસર કરવાનો ઠરાવ મૂક્યો છે.

5) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં B.Sc.ના બીજા રાઉન્ડના ઓનલાઇન ફોર્મ ભરાશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં B.Sc.નો બીજો રાઉન્ડ શરૂ થશે, જે 23 ઓક્ટોબર સુધી ચાલશે. યુનિવર્સિટીની એડમિશન કમિટી મુજબ, ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની પૂરક પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ પહેલા રાઉન્ડમાં પ્રવેશથી વંચિત કે પછી ઓનલાઇન ફોર્મ ભરવાના રહી ગયા હોય એવા વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જોકે જે કોલેજોમાં ખાલી બેઠકો છે એ કોલેજોનો ઓનલાઇન એડમિશન સોફ્ટવેરમાં સમાવેશ કરાયો છે.

6) ત્રીજા નોરતે માતા દુર્ગાની ત્રીજી શક્તિ ચંદ્રઘંટાની પૂજા કરાશે
નવરાત્રિના ત્રીજા દિવસે માતા દુર્ગાની ત્રીજી શક્તિ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવશે. અસુરોના વિનાશ માટે માતા દુર્ગાથી દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયાં. દેવી ચંદ્રઘંટાએ ભયંકર દૈત્ય સેનાનો સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો. ચંદ્રઘંટા માતા દુર્ગાનું જ શક્તિરૂપ છે, જે સંપૂર્ણ જગતની પીડાનો નાશ કરે છે.

હવે જોઈએ ગઈકાલના 7 ખાસ સમાચાર

1) અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઈશું નહીં, લીધા છે એ બધા મારા આવતાં પહેલાં લીધા છેઃ સી.આર.પાટીલ
ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કરજણની મુલાકાતે ગયા હતા.પાટીલે ત્યાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે બીજો કોઇ મુદ્દો નથી, તમે ચીમનભાઇ વખતે પણ બધાને ખરીદ્યા, શંકરસિંહ વખતે પણ બધાને ખરીદ્યા, એટલે ખરીદ-વેચાણની સ્થિતિ છે અને ટેવ છે, એ કોંગ્રેસની છે. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવ્યા પછી ફરીથી લોકો સમક્ષ જવું પડશે અને લોકો મેન્ડેટ આપશે તો ફરી ચૂંટાશે. હવે પછી અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઇશું નહીં અને લીધા છે, એ મારા આવતાં પહેલાં લીધા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) શિક્ષણમંત્રીનો સંકેત, ધો.1થી 8નાં બાળકો માટે દિવાળી પછીય સ્કૂલ નહીં ખૂલે, ધો.9થી 12 ખોલવાની તૈયારીઓ શરૂ
ગુજરાત સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળ, જિલ્લા શિક્ષણાધિકારીઓ અને રાજ્યના શિક્ષણમંત્રી વચ્ચે વેબિનાર યોજાયો હતો, જેમાં દિવાળી પછી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવી કે નહીં તેવા તમામ પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. આ વેબિનારમાં દિવાળી પછી ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવાના શિક્ષણમંત્રીએ સંકેતો આપ્યા છે, જ્યારે ધો.1થી 8ના વિદ્યાર્થીઓ દિવાળી પછી પણ સ્કૂલ ન ખૂલે એવી શક્યતા છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ધો.6થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવા વિચારણા ચાલી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

ગોંડલમાં મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો.
ગોંડલમાં મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો.

3) જૂનાગઢમાં દોઢ ઈંચ અને રાજકોટ, ગોંડલ, મોરબી-ખંભાળિયામાં ધોધમાર વરસાદ, વીજળી પડવાથી એકનું મોત
સોરાષ્ટ્રમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ જૂનાગઢમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતાં દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું હતું તેમજ ગોંડલ અને ધોરાજી પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં રસ્તા પર પાણી ભરાયાં હતાં, જ્યારે રાજકોટ, મોરબી અને ખંભાળિયામાં સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભુજ તાલુકાના ઢોરી ગામમાં વીજળી પડતાં યુવાનનું મોત નીપજ્યું હતું.​​​​​​​
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

4) સુરતમાં બે પરિણીતા પર દુષ્કર્મ, એક પર બોસે તો બીજી પર ભાઈના કાપડ વેપારી-ભાગીદારે દુષ્કર્મ આચર્યું​​​​​​​
સુરતના સરથાણા અને લિંબાયતની બે પરિણીતા પર દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સરથાણાની મહિલા સેલ્સમેન પર બોસે દુષ્કર્મ આચર્યું છે, જ્યારે લિંબાયત વિસ્તારમાં પરિણીતાને તેના ભાઈને કાપડના ધંધામાંથી છૂટો કરી દેવાની ધમકી આપી ભાગીદાર વેપારીએ દુષ્કર્મ આચર્યું છે. આ બંને કેસમાં પરિણીતાઓને ધમકીઓ આપવામાં આવી હતી.​​​​​​​
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

5) 31 ઓક્ટોબરની PM મોદીની મુલાકાતને લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી 27 ઓક્ટો.થી 2 નવેમ્બર સુધી બંધ રહેશે
કેવડિયાસ્થિત દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે 17 ઓક્ટોબરથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જોકે PM મોદીની 31મી ઓક્ટોબરની મુલાકાતને લઈ ફરી 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવશે. આ ઉપરાંત જંગલ સફારી પાર્કને પણ 21 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવે તેવી શકયતા છે.
વાંચો સમાચાર વિગતવાર

6) ગાંધીનગર અક્ષરધામ મંદિર 25 ઓક્ટોબરથી શરૂ કરાશે, સાંજે 5થી 7.30 સુધી દર્શન કરી શકાશે​​​​​​​
કોરોના મહામારીને કારણે 7 મહિનાથી બંધ ગાંધીનગર અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે 25 ઓક્ટોબરથી ખોલવામાં આવશે, જેમાં સાંજે 5થી 7.30 સુધી દર્શન કરી શકાશે તેમજ ટેમ્પરેચર ચેક કરી અને હેન્ડ સેનિટાઈઝ કર્યા બાદ માસ્ક સાથે જ ભક્તોને પ્રવેશ અપાશે. મંદિરની સાથે સાથે બુક્સ- ગિફ્ટસ સ્ટોર, ગાર્ડન અને ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવશે. જોકે એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.​​​​​​​
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

7) વડોદરામાં કોરોનાગ્રસ્ત થયા બાદ સગર્ભા નર્સે અધૂરા મહિને બાળકીને જન્મ આપ્યો, 9 લિટર ધાવણ બેંકમાં જમા કરાવ્યું​​​​​​​
વડોદરામાં સયાજી હોસ્પિટલના નર્સ તરીકે કાર્યરત કાનન સૌરવ સોલંકીએ સગર્ભા હોવા છતાં 7 મહિના કોરોના વોર્ડમાં દર્દીઓની સેવા કરી હતી. લગ્નનાં વર્ષો પછી ટેસ્ટ ટ્યૂબ પદ્ધતિથી સગર્ભા થયેલી કાનને કોરોના સંક્રમિત થયા બાદ અધૂરા માસે બાળકીને જન્મ આપ્યો. ત્યાર બાદ બાળકીને 53 દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. આ 53 દિવસમાં 15 દિવસ વેન્ટિલેટર પર હતી. જ્યારે કાનને વધારાનું 9 લિટર ધાવણ બ્રેસ્ટ મિલ્ક બેંકમાં જમા કરાવ્યું હતું. સયાજી હોસ્પિટલે તેને કોરોના વોરિયર નહીં, પણ ત્રિદેવી યોદ્ધાનું ઉપનામ આપ્યું છે.​​​​​​​
વાંચો સમાચાર વિગતવાર​​​​​​​

અને દેશમાં આજે...
1. અબુ ધાબીઃ IPLમાં આજે ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચે મેચ. ટોસ સાંજે 7 વાગ્યે અને મેચ 7.30 વાગ્યે શરૂ થશે. હરીફાઈમાં ટકી રહેવા માટે બંને ટીમો માટે આ મેચ જીતવી જરૂરી છે.
2. ચંદીગઢ: વિધાનસભા સત્ર શરૂ થશે. તો મોહાલીમાં એકઠાં થયેલા ખેડૂતોનું ટોળું ચંદીગઢ તરફ જવાનો પ્રયાસ કરશે.
3. ઉત્તરપ્રદેશ: રાજ્યમાં વધતા ગુનાઓ વિરુદ્ધ આજે સમાજવાદી પાર્ટીનું મોટું પ્રદર્શન. તો 9મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ખોલવામાં આવશે.
4. મહારાષ્ટ્રઃ લાંબા લોકડાઉન પછી આજથી ફરી એક વખત મુંબઈ મેટ્રો ટ્રેન દોડવા લાગશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો