તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ઝઘડો:નાણાં ન આપતાં મોટા ભાઈએ નાનાને ફટકાર્યો

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેર નજીક આવેલા દામાપુરા ગામમાં સરપંચ ફળિયામાં નાના ભાઈ પાસે નાણાં માગવા મુદ્દે થયેલી તકરારમાં મોટા ભાઈએ લાકડી વડે નાના ભાઈને માર માર્યો હતો.શહેર નજીક આવેલા દામાપુરા ગામના સરપંચ ફળિયામાં કનુભાઈ ગોહિલ રહે છે. શનિવારે સવારના સમયે બાજુમાં રહેતા તેમના મોટા ભાઈ ભગવાનસિંહ ગોહિલે નાણાં માગ્યાં હતાં. જોકે કનુભાઇએ નાણાં આપવાની ના પાડતાં ભગવાનસિંહે ગાળાગાળી શરૂ કરી હતી. આ સમયે તેઓનાં ભાભી કાંતાબેન ્યાં આવી પહોંચ્યાં હતાં અને તેઓએ પણ ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. આ બોલાચાલીમાં ભગવાનસિંહે નાના ભાઈ કનુભાઈને લાકડી વડે માર માર્યો હતો. તદુપરાંત તેઓએ નાના ભાઈના ઘરમાં પ્રવેશી તોડફોડ કરતાં બનાવ સંદર્ભે કનુભાઇએ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો