તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી સેવા:મોરબીના વૃદ્ધે ઉકરડાને ઉપવનમાં ફેરવી નાખ્યો

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વોંકળો અને ઉકરડો આવો સ્વચ્છ રહી શકે તેવું દૃષ્ટાંત મોરબીના વૃદ્ધે પૂરું પાડ્યું.
  • પર્યાવરણની જાળવણી અને સાથોસાથ વૃક્ષારોપણને મળ્યું ઉત્તેજન

“ભલેને સૌ કસરત કરે, લાભ ખાલી પોતાને મળે, જો વૃક્ષોનો ઉછેર કરે, તો સ્વાર્થમાં પરમાર્થ મળે.” આ રચના લખનારે પોતે જ ગંધાતા ગટરના પાણી વાળા વોંકળામાં જાત મહેનતથી વૃક્ષો વાવીને વોંકળા અને ઉકરડાને જાણે ઉપવનમાં ફેરવી નાખ્યું છે. મોરબીની શીવમ સોસાયટીમાં રહેતા નિવૃત્ત જીવતા ગાળતા આંબાલાલ કુંડારિયાને આજથી દસેક વર્ષ પહેલા હરજીવનભાઈ મોરડીયા નામના ફોરેસ્ટ અધિકારી મિત્ર પાસેથી વૃક્ષો વાવવાની પ્રેરણા મળી, તેમની સોસાયટીમાં આજે અઢી સો ફૂટ પહોળો વોંકળો પસાર થાય છે. જેને કારણે આખી સોસાયટીમાં દુર્ગંધ ફેલાયા કરતી હતી. વોંકળના બંને કાંઠે તેમણે વૃક્ષોનું વાવેતર કર્યું. અને જાત મહેનત જિંદાબાદની જેમ એકલા હાથે જ પાણી પીવડાવે, ખાતર નાખે, નિંદામણ કાઢે અને વૃક્ષોનો ઉછેર કરે. તેમણે 125 વૃક્ષો વાવીને વોંકળાના બંને કાંઠે નાના બગીચા ઊભા કરી દીધા.

કંડલા બાયપાસ પાસે 600 વૃક્ષો ઉછેર્યા
આંબાલાલ જાતે જ ગંદકી પણ સાફ કરે. વોંકળો ઉંડો કરે. અહીં બગીચો બનાવીને તેમણે કંડલા બાયપાસ રોડ પર 600 વૃક્ષો વાવ્યા. એ દરેક વૃક્ષને ડોલ ભરી-ભરીને પાણી પીવડાવે. આજે રોડની બન્ને બાજુ વૃક્ષો ઉભા થઈ ગયા છે. આ પ્રવૃત્તિ જોઈને મોરબીમાં બીજી વ્યક્તિઓ તથા સંસ્થાઓએ પણ વૃક્ષ વાવવાની પ્રેરણા લીધી છે. તેમના ગામ કુંતાસીમાં પણ તેમણે 100 વૃક્ષો વાવ્યા છે.

પાંચ ધોરણ પાસ, હજાર ભજન લખ્યા
આંબાલાલ પાંચ ધોરણ જ ભણ્યા છે. છતાં કમ્પ્યુટર પર 1000 જેટલા ભજનો લખ્યાં છે. આ ભજન સૌરાષ્ટ્રના જાણિતા લોકોગાયકોએ સ્ટેજ પરથી પણ ગાયા છે. તેમના ભજનોના ત્રણ પુસ્તકો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે. 60 વર્ષની ઉંમરે કાર શીખનારા આંબાલાલ હજુ પણ સવારે 5 વાગ્યે વૃક્ષોનો ઉછેર કરવા પહોંચી જાય છે અને હરહંમેશ સ્ફૂ્તિ અને ચપળતાથી સભર આંબાલાલ સમાજ માટે પ્રેરણારૂપ દાખલો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો