તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:વધુ 17 કેસ સાથે જિલ્લામાં કોરોનાનો આંક 2447

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં રવિવારે વધુ 7 કેસ, ધારપુર કેમ્પસમાં સ્ટાફ નર્સ, સહિત તાલુકામાં 11 કેસ, હારીજ તાલુકાના 3, તેમજ સાંતલપુર,સિદ્ધપુર અને સમીના એક એક ગામમા વધુ 17 કેસો નોંધાતા કેસ આંક 2447 થયો હતો.જિલ્લામાં 246 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા.સામે 765 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.વધુ 17 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 2183 દર્દીઓ સ્વસ્થ થયા છે.હાલમાં જિલ્લામાં દાખલ દર્દીઓની સંખ્યા ઘટીને કુલ 198 દર્દીઓ સારવાર હેઠળ છે.

રવિવારે નોંધાયેલા પોઝિટિવ કેસોની વિગત
પાટણ : શહેરમાં જલારામ સોસાયટીમાં 46 વર્ષીય પુરુષ, સિલિકોન રેસિડન્સીમાં 57 વર્ષીય સ્ત્રી, નાગરવાડા રોડ જુના ગંજમાં 65 વર્ષીય પુરુષ, રાજહંસ સોસાયટીમાં 68 વર્ષીય સ્ત્રી અને 71 વર્ષીય પુરુષ,સુભાષનગર સોસાયટીમાં 45 વર્ષીય પુરુષ, નવી સરદાર શાક માર્કેટ 85 વર્ષીય પુરુષ/તાલુકામાં કણી ગામમાં 68 વર્ષીય પુરુષ, મણુંદ ગામમાં 29 વર્ષીય પુરુષ,સંડેર ગામમાં 80 વર્ષીય પુરુષ, ધારપુર કેમ્પસમાં 23 વર્ષીય યુવતી હારિજ : શહેરમાં મધુવન સોસાયટીમાં 65 વર્ષીય પુરુષ, તાલુકામાં જૂનામાંકા ગામમાં 26 વર્ષીય યુવતી,દુનાવાડા ગામમાં 15 વર્ષીય કિશોર સાંતલપુર : દરબારગઢ વારાહીમાં 68 વર્ષીય પુરુષ,સિદ્ધપુર : કુંવારા ગામે 40 વર્ષીય પુરુષ, સમી : ઝીલવાણા ગામે 37 વર્ષીય પુરુષ

પાટણ તાલુકામાં 1001 કેસ
જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 2447 નોંધાયા છે. જેમાં ગતરોજ સુધી પાટણ તાલુકામાં 990 કેસ હતા ત્યારે રવિવારે વધુ 11 કેસ નોંધાતા આંક 1001 થયો છે. જેમાં ફક્ત પાટણ શહેરના જ 776 અને તાલુકાના ગામોમાં 225 નોંધાયા છે.ત્યારે સરેરાશ 75 ટકા શહેર અને અને 25 ટકા જ કેસો ગામડાઓના સામે આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો