તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:દાહોદ જિલ્લામાં 7 નવા કેસો સાથે એક્ટિવ કેસોની સંખ્યા 200ને પાર

દાહોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાલોદ 3, ગરબાડા, બારીયા 2 -2, દાહોદનો 1 કેસ

જિલ્લામાં તા.16.9.20 ને બુધવારના રોજ નવા વધુ 7 કેસ નોંધાવા પામ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં રેગ્યુલર Rtpcr ટેસ્ટના 262 અને રેપીડ ટેસ્ટના 1142 સેમ્પલો લેવામાં આવ્યા હતા. જે પૈકી રેગ્યુલર Rtpcr ટેસ્ટમાં 4 અને રેપીડ ટેસ્ટમાં 3 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. Rtpcr ટેસ્ટમાં ઝાલોદના જ ત્રણ વ્યક્તિઓ મગનભાઈ પટેલ, શાંતાબેન ડાંગી અને જીતેન્દ્રકુમાર ડામોર પોઝિટિવ હોવાની જાહેરાત થઈ હતી.

તો રેપીડ ટેસ્ટમાં ઉમેશભાઈ કડિયા, સુરેશભાઈ કુવાડીયા, પ્રદીપકુમાર પસાયા અને વિક્રમભાઈ પસાયા નામે ચાર વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા. બુધવારે પોઝિટિવ આવેલ 7 કેસો પૈકી ઝાલોદના 3, ગરબાડા અને દેવગઢ બારિયા તાલુકાના 2-2 કેસ અને દાહોદનો 1 કેસ નોંધાયો હતો. તો હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 187 હોવાની માહિતી મળી છે. અને અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનગ્રસ્ત કુલ 1438 કેસો નોંધાઈ ચુક્યા છે. દાહોદ જિલ્લાના સાજા થયેલા 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો