તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મારુતિ સુઝુકી સેલેરિયોનું નવું વર્ઝન આવશે, 6 વેરિઅન્ટ ઓપ્શનમાં આવશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકી ઇન્ડિયામાં તેની એન્ટ્રી લેવલ હેચબેક કાર મારુતિ સેલેરિયોના ફેસલિફ્ટ મોડેલ પર કામ કરી રહી છે. તાજેતરમાં જ આ નવાં મોડેલની કેટલીક તસવીરો પણ કંપનીએ રજૂ કરી છે. મારુતિ સેલેરિયો અત્યારે 6 વેરિઅન્ટમાં આવે છે, જેની પ્રારંભિક કિંમત 4.41 લાખ રૂપિયા છે. સેલેરિયો અગાઉ વર્ષ 2017માં અપડેટ થઈ હતી અને હવે આ કારનું નવું મોડેલ લોન્ચ થવા જઈ રહ્યું છે. 
 

એન્જિન
અત્યારે આ કારમાં 1.0 લિટરનું ત્રણ સિલિન્ડયુક્ત એન્જિન નાખવામાં આવ્યું છે, જે પેટ્રોલ પર 68PS પાવર અને 90Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, આ એન્જિન CNG પર 59PS પાવર અને 78Nm ટોર્ક જનરેટ કરે છે. નવી સેલેરિયોમાં 1.2 લિટરનું એન્જિન મળવાની શક્યતા છે, જે 83hp પાવર અને 113Nm ટોર્ક મળશે. ટ્રાન્સમિશન માટે આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ અને AMT ઓપ્શન પણ આપવામાં આવશે.
 

એક્સટિરિયર
સેલેરિયોની જે તસવીરો લીક થઈ છે તેના પરથી અનુમાન લગાવી શકાય કે, આ કારમાં ફુલ LED હેડલેમ્પ અને LED DRL મળશે. સિલેરિયો ફેસલિફ્ટની ગ્રિલ મારુતિ XL^ જેવી આપવામાં આવશે.
 

ફીચર્સ
સેલેરિયોનું ઇન્ટિરિયર કરન્ટ સ્વિફ્ટના મોડેલ જેવું હોઈ શકે છે. તેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રિઅર એસી વેન્ટ્સ, બોટલ હોલ્ડર, USB ચાર્જિંગ પોર્ટ, પાવર વિન્ડો, સ્ટિયરિંગ માઉન્ટેડ બટન વગેરે મળશે. તેમજ, સેફ્ટી ફીચર્સ તરીકે ડ્યુઅલ એરબેગ્સ, ABS, EBD, રિઅર પાર્કિંગ સેંસર પણ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો