• Home
  • Utility
  • Utility News
  • The new TRAI rules will come into effect on December 16, with mobile numbers being ported within 3 days

TRAI / ટ્રાઈના નવા નિયમ 16 ડિસેમ્બરથી લાગુ થશે, મોબાઈલ નંબર 3 દિવસની અંદર પોર્ટ થઈ જશે

The new TRAI rules will come into effect on December 16, with mobile numbers being ported within 3 days

  • TRAIએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી માટે નવા નિયમ જાહેર કર્યા છે
  • 3 દિવસની અંદર ગ્રાહકોનો નંબર પોર્ટ કરવામાં આવશે
  •  TRAI દ્વારા નક્કી કરવામાં આવેલી નવી ફી હવે માત્ર 5.74 રૂપિયા થઈ ગઈ છે

Divyabhaskar.com

Dec 04, 2019, 02:18 PM IST

યુટિલિટી ડેસ્ક. હવે એક ટેલિકોમ કંપનીમાંથી બીજી કંપનીમાં મોબાઈલ નંબર પોર્ટ કરાવવો સરળ બનશે. ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઈ (TRAI)એ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી માટે નવા નિયમ જાહેર કર્યા છે. નવા નિયમ મુજબ ત્રણ દિવસની અંદર ગ્રાહકોનો નંબર પોર્ટ કરવામાં આવશે. તો બીજી તરફ લાઈસન્સ એરિયાનો નંબર 5 દિવસની અંદર પોર્ટ થઈ જશે. મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નવા નિયમ 16 ડિસેમ્બરથી લાગુ થશે.

3 દિવસની અંદર નંબર પોર્ટ થઈ જશેઃ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP)ના નવા નિયમ લાગુ થયા બાદ ગ્રાહક પોતાનો નંબર બદલ્યા વગર એક ઓપરેટરથી બીજા ઓપરેટરમાં પોર્ટ કરી શકશે. તેમાં પહેલાની સરખામણીએ 3 દિવસ કરતાં પણ ઓછો સમય લાગશે. અત્યારે નંબર પોર્ટ કરવા માટે 7 દિવસનો સમય લાગે છે.

શું છે MNP?

મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સર્વિસ યુઝર પોતાનો મોબાઈલ નંબર બદલ્યા વગર એક ઓપરેટરથી બીજા ઓપરેટરમાં પોર્ટ કરવાની સુવિધા આપે છે. તેના માટે યુઝરને પોર્ટિંગ કોડ જનરેટ કરવાનો હોય છે. આ યુનિક કોડ ગ્રાહકને નંબર પોર્ટ કરવામાં મદદ કરે છે.

ઓપરેટર્સને ફાયદો મળશે
ટેલિકોમ ઓપરેટરોને દરેક મોબાઈલ નંબર પોર્ટેબિલિટી ટ્રાન્ઝેક્શન માટે વિવિધ એજન્સીઓને ચૂકવણી કરવી પડે છે. TRAI દ્વારા નક્કી કરવામાં આવેલી નવી ફી હવે માત્ર 5.74 રૂપિયા થઈ ગઈ છે, ત્યારબાદ ટેલિકોમ ઓપરેટરોને દરેક ટ્રાન્ઝેક્શનમાં બચત થશે. ટેલિકોમ ઓપરેટરોને દરેક નવા ગ્રાહકો માટે અત્યારે 19 રૂપિયા ચૂકવવા પડે છે.

X
The new TRAI rules will come into effect on December 16, with mobile numbers being ported within 3 days
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી