તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ટેપ વગાડવાના મુદ્દે ભાઇ-ભત્રીજા પર લોખંડના દસ્તાથી હુમલો કરાયો

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૈયા ચોકડી પાસેની લક્ષ્મીછાયા સોસાયટીનો કિસ્સો : હુમલાખોરની અટકાયત

શહેરની રૈયા ચોકડી પાસેની સોસાયટીમાં રહેતા શખ્સોએ ટેપ વગાડવાની માથાકૂટ કરી તેના સગાભાઇ અને ભત્રીજા પર લોખંડના દસ્તાથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હુમલાખોરની અટકાયત કરી હતી.

રૈયા ચોકડી પાસેની લક્ષ્મીછાયા સોસાયટીમાં રહેતા રાજેશભાઇ ખોડાભાઇ જાપડિયા (ઉ.વ.43) અને તેનો પુત્ર હર્ષ જાપડિયા (ઉ.વ.17) શનિવારે રાત્રે 9.30 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે રાજેશભાઇના ભાઇ જિતેન્દ્ર ખોડાએ ઝઘડો કરી રાજેશભાઇ તથા તેના પુત્ર હર્ષ રાજેશભાઇ પર લોખંડના દસ્તાથી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા રાજેશભાઇ અને તેના પુત્ર હર્ષને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના એએસઆઇ મેરામભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. રાજેશભાઇએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, ટેપ વગાડવાના મુદ્દે જિતેન્દ્રએ ઝઘડો કરી હુમલો કર્યો હતો જોકે પરિવારનો જ મુદ્દો હોય ફરિયાદ કરી નહોતી, પોલીસે જિતેન્દ્ર સામે અટકાયતી પગલાં ભરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો