તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાડોશી યુવાન તરુણી સાથે તેની નાની બહેનને પણ ભગાડી ગયો

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાધુ વાસવાણી રોડ પર બનેલો બનાવ

પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નની લાલચે તરુણીને ભગાડી જવાના વધુ એક બનાવમાં પાડોશી યુવાન તરુણીની સાથે તેની નાની બહેનને પણ ભગાડી જઇ અપહરણ કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

મૂળ જેતપુરના અને હાલ સાધુ વાસવાણી રોડ પર પરિવાર સાથે રહેતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જનકપુરી આવાસ યોજના સામે આવાસમાં રહેતા રાકેશ રૂપા ડાંગરનું નામ આપ્યું છે. ફરિયાદ મુજબ, ગત તા.20ની રાતે 16 વર્ષીય પુત્રી અને 14 વર્ષની પુત્રી ઘરે જોવા મળી ન હતી. જેથી બંને પુત્રીની આસપાસ તેમજ સગાસંબંધીઓને ત્યાં તપાસ કરી હતી, પરંતુ ભાળ મળી ન હતી. દરમિયાન અગાઉ મોટી પુત્રી કોઇની સાથે મોબાઇલ પર વાત કરતી હોય તેની ટપારી હતી. તે અંગેની તપાસ કરતા પુત્રી પાડોશમાં રહેતા રાકેશ ડાંગર સાથે વાત કરતી હોવાનું જાણવા મળ્યું હતુ. પુત્રીને ઠપકો પણ આપ્યો હતો. જેથી પાડોશમાં રહેતા રાકેશ ડાંગરના ઘરે તપાસ કરતા તે તેના ઘરે હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. રાકેશ જ મોટી પુત્રીને લગ્નની લાલચે ભગાડી ગયો હોય અને તેની સાથે જ નાની પુત્રી પણ ગઇ હોય અંતે યુનિવર્સિટી રોડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઇ એ.એસ.ચાવડાએ ગુનો નોંધી તુરંત રાકેશ ડાંગરના ઘરે દોડી ગયા હતા અને તેના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી રાકેશની ભાળ મેળવવા તજવીજ શરૂ કરી છે. તેમજ રાકેશના મોબાઇલ નંબરના આધારે પણ તપાસ શરૂ કરી હોવાનું પીઆઇ ચાવડાએ જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો