સુરત / જરૂરિયાત મંદ લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે ભોજન અપાયું

એક મિટરના અંતરે ભોજન અપાયું
X

  • કોરોનાથી બચવા માટે સમાજ સેવાનું ઉદાહરણ
  • સોશિયલ ડિસટન્સ સાથે ભોજવ પણ બનાવાયું

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 06:38 PM IST

સુરતઃ કોરોનાને અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોવા છતાં કેટલાક લોકો ટોળા વળીને સમાજ સેવા કરતાં લોકોને કોરોનાનો ભય રહેલો છે. જોકે,  સુરત પાલિકા અને કેટલીક સમાજ સેવી સંસ્થાઓએ આયોજન બધ્ધ રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખીને જરૂરિયાત મંદોને ભોજન પહોંચાડ્યું છે. જેથી કોરોના સમયે સમાજ સેવા સલામત રીતે થાય તેનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. 

ભુખ્યાને ભોજન આપવા માટેની કામગીરી

સુરતમાં આવે પડેલી કોરોનાની આફત સામે અનેક સમાજ સેવી સંસ્થા અને લોકો આગળ આવી રહ્યાં છે. કોરોનાની ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ ખાસ જરૂરી હોવા છતાં તેની જાળવણી કરવાના બદલે ટોળે ટોળા સાથે સમાજ સેવા કરી રહ્યાં છે. આવા પ્રકારની સમાજ સેવા સમાજ માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. અતિ ઉત્સાહી લોકો ટોળામાં ભેગા થતાં હોવાથી કોરોનાનો ચેપ લાગી શકે તેમ છે. આવા સમયે પાલિકાએ કેટલીક સામાજિક સંસ્થા સાથે કોરોનાની ગાઈડ લાઈનનો અમલ કરીને ભુખ્યાને ભોજન આપવા માટેની કામગીરી શરૂ કરી છે.

પાલિકાએ ફાઉન્ડેશન સાથે મળી કામગીરી શરૂ કરી

પાલિકાના આસિસટન્ટ કમિશનર ગાયત્રી જરીવાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં ઘર વિહોણા લોકો પાલિકાના રેન બસેરામાં રહે છે. તેઓ માટે ભોજન પુરૂ પાડવા સાથે હાલમાં ઘર વિહોણા લોકો જે બ્રિજ નીચે કે અન્ય જગ્યાએ રહેતા હોય તેને લોકોના સહયોગથી ભોજન આપવામાં આવી રહ્યું છે. હાલમાં અન્નપુર્ણા ફાઉન્ડેશન અને સેવા ફાઉન્ડેશન દ્વારા ભોજન માટેની વ્યવસ્થા ગોઠવવામા આવી છે. જોકે, ભોજન બનાવતી વખતે પણ કોરોનાની ગાઈડ લાઈનનો ખાસ ખ્યાલ રાખી દરેક વ્યક્તિ એકથી દોઢ મીટરના અંતરે હોય તેનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જ્યારે ભોજન આપવાની કામગીરી થાય ત્યારે ભોજન લેવા આવનાર વ્યક્તિ એક મીટર દુર બેસે તેવું આયોજન કરવામા આવ્યું છે. આ સંસ્થા દ્વારા શેલ્ટરમાં ભોજન આપવા સાથે ઘર વિહોણા લોકોને ભોજન આપવામા આવી રહ્યું છે. સાથે સાથે ફુડ પેકેટ બનાવીને પણ જરૂરિયાત મંદ લોકોને ભોજન મળે તેવા પ્રયાસ થઈ રહ્યાં છે. 

એક મીટર દુર રાખી ભોજન અપાયું

શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કૈલાસનગર ખાતે મહેતા પાર્કમાં ચંદ્ર મણી જૈન સંઘ અને શાલીભદ્ર કોમ્પ્લેક્ષ જૈન સંઘ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે ભોજન બનાવવા સાથે ગરીબોને ભોજન આપતી વખતે પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવામા આવી રહ્યું છે. સમાજ સેવામાં સોશિયલ ડિસ્ટન્સ માટે કેટલીક સંસ્થા ટોળા ભેગા કરીને સેવા કરતી સંસ્થાઓ માટે માર્ગદર્શનક બની રહી છે. જો આ પ્રકારથી સમાજ સેવા કરવામાં આવે તો ભુખ્યાને ભોજન મળવા સાથે સાથે કોરોના ફેલાવવાનો ભય પણ ઓછો રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી