પ્રજાસત્તાક પર્વ / ભરૂચમાં 26 જાન્યુઆરીએ 100 ફૂટની ઊંચાઈએ લહેરાશે રાષ્ટ્રધ્વજ

The National Flag will fly 100 feet on January 26 in Bharuch

  • ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે આ ધ્વજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ફરકાવાશે
  • અંદાજે 15 લાખના ખર્ચે તૈયાર થનારો આ રાષ્ટ્રધ્વજ 24 કલાક ફરકતો રહેશે

Divyabhaskar.com

Jan 24, 2020, 09:14 AM IST
ભરૂચઃ ભરૂચ જિલ્લામાં સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ આગામી પ્રજાસત્તાક પર્વના દિવસે લહેરાવવામાં આવશે. ધારાસભ્યના પ્રયાસોથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે અંદાજિત રૂપિયા 15 લાખના ખર્ચે તૈયાર થનારા ફ્લેગ માસ્ટ ઉપરથી 30 ફૂટ લાંબો અને 20 ફૂટ પહોળો ત્રિરંગો લહેરાશે.
ભરૂચ શહેરમાં હાલમાં 100 ફૂટની ઊંચાઈએ કોઈ ઈમારત નથી ત્યારે સૌ પ્રથમ વખત શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 30.5 મીટર એટલે કે 100 ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ 24 કલાક લહેરાતો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 26મી જાન્યુઆરીનાં રોજ ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે આ ધ્વજ ફરકાવવામાં આવશે.
ધ્વજ પોલનું નિર્માણ કરી રહેલા આયોજકોના જણાવ્યા મુજબ, ધ્વજ સંહિતા અનુસાર 3:2 ના પ્રમાણમાં રાષ્ટ્ર ધ્વજની લંબાઈ-પહોળાઈ હોવી જોઈએ. જેના આધારે ભરૂચમાં લહેરાનારા ધ્વજની લંબાઈ 30 અને પહોળાઈ 20 ફૂટની રાખવામાં આવી છે. 12 કિલો વજનનો આ ધ્વજ ખાસ મુંબઈથી મંગાવવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્ર ધ્વજને સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે જ લહેરાતો રાખવામાં આવે છે. પરંતુ આ ધ્વજને જરરોજ સાંજે ઊતારવો અને સવારે ચઢાવવો શક્ય ન હોવાથી 350 વોટની 4 ફ્લડ લાઈટની રોશનીથી તેના ઉપર પ્રકાશ ફેંકી દિવસ-રાત ઝળહળતો રાખવામાં આવશે. કુદરતી રીતે ધ્વજને કોઈ નુકશાન થાય તો બીજો ધ્વજ બદલી શકાય તે માટે એક વધારાનો ધ્વજ પણ રાખવામાં આવશે. વધુમાં ભરૂચ શહેરીજનો માટે આ એક નવું નજરાણું બની રહેશે.
ફેક્ટ ફિગર
1.50 HPની મોટર ધ્વજ ચઢાવવા ઉતારવા માટે
12 કિલો ધ્વજનું વજન
50 વર્ષની ધ્વજ પોલની ગેરેન્ટી
30 ફૂટ લાંબો ધ્વજ
20 ફૂટ પહોળો ધ્વજ
350 વૉટનાં 4 ફ્લડ લાઈટ
X
The National Flag will fly 100 feet on January 26 in Bharuch
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી