તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:લાખ્યાણી ગામ કેનાલ નજીક રોડનું નામ નિશાન નહીં

રોહીશાળા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોહીશાળા પંથકના ગામોની અનેક સમસ્યાઓ
  • સીંગલપટ્ટી રોડ પર બાવળોથી વાહનોને સામસામેથી પસાર થવામાં મુશ્કેલી

બોટાદ તાલુકાના રોહીશાળાથી લાખ્યાણી ગામ નજીક માઇનોર કેનાલ નજીક ચોમાસાની વિદાય બાદ પેવર રોડની હાલત ખરાબ થઇ ગઇ છે .લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.રોડની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે રોડનું નામ નિશાન રહયું નથી.

બોટાદથી કારીયાણી ,લાખ્યાણી ,રોહીશાળા થઇ મુળધરાઇને જોડતો આ ડબલપટ્ટી રોડ પર શોર્ટકટ રૂટ અને 10 કીમી જેટલું અંતર ઓછુ થતું હોવાથી વાયા કેરીયાઢાળ થઇને ચાલતા વાહનો હવે આ રૂટ પસંદ કરે છે પરંતું તંત્ર દ્વારા પુરતું ધ્યાન આપવામાં આવતું નથી તેમજ ચોમાસાની વિદાય લગભગ નિશ્વિત થઇ ગઇ હોવા છતા બોટાદ તાલુકાના અંદરના ગામોમાં સીંગલપટ્ટી રોડની બન્ને બાજુ જંગલી બાવળો રોડ પર આવી જતા વાહન ચાલકોને સામસામેથી પસાર થવું અઘરૂ થઇ પડયું છે.આ ઉપરાંત બોટાદ -ભાવનગર બસ બંધ કરી દેવામાં આવી છે જે રોહીશાળા,લાખેણી, સાંગાવદર,પાટી થઇ આ બસ ચલાવવા લોકમાંગ ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો