અયોધ્યા / મુસ્લિમ પક્ષકાર ક્યુરેટિવ પિટિશન કરી શકે છે

ફાઇલ ફોટો.
ફાઇલ ફોટો.

પુન:વિચાર અરજી ફગાવી દેવાતા નવો વિચાર

Divyabhaskar.com

Dec 16, 2019, 03:09 AM IST
લખનઉ: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે મુસ્લિમ પક્ષકાર સુપ્રીમકોર્ટ દ્વારા પુન:વિચાર દેવાયા બાદ હવે ક્યુરેટિવ પિટિશન દાખલ કરવા વિચારી રહ્યાં છે. આ મામલે એક સ્વતંત્રવાદી જમિયત-ઉલમા-એ-હિંદ (જેયુએચ) ટૂંકમાં જ નિર્ણય લેવા બેઠક બોલાવશે. અખિલ ભારતીય બાબરી મસ્જિદ એક્શન કમિટી (એઆઈબીએમએસી) પણ ક્યુરેટિવ પિટીશનની સંભાવના પર ચર્ચા કરી રહી છે.
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો સંપર્ક કરશે
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે એઆઈબીએમએસીના સંયોજક અને વકીલ જફરયાબ જિલાણીએ કહ્યું- ‘સુપ્રીમકોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરવા માટે આધાર શોધવાની કોશિશ થઈ રહી છે. અમે વરિષ્ઠ વકીલ રાજીવ ધવનની પણ સલાહ લઈશું. થોડી પણ સંભાવના જણાશે તો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો સંપર્ક કરીશું.’ તેમણે કહ્યું કે કોર્ટે અમારી પુન:વિચાર અરજીઓ પર વિચાર પણ ન કર્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમને આશા હતી કે જેવી રીતે સબરીમાલા મામલે પુન:વિચાર અરજીઓને સાંભળવામાં આવી તેવી જ રીતે અમને પણ સાંભળવામાં આવશે. ક્યુરેટિવ અરજી દાખલ કરવાની કોઈ સમયમર્યાદા નથી.
ક્યુરેટિવ પિટિશન શું છે?
ક્યુરેટિવ પિટિશન અદાલતોમાં ફરિયાદોના ઉકેલનો અંતિમ ન્યાયિક સહારો છે. તે અંગે નિર્ણય સામાન્ય રીતે જજોની ચેમ્બરમાં લેવામાં આવે છે. દુર્લભ મામલામાં જ ઓપન કોર્ટમાં સુનાવણી થાય છે.
X
ફાઇલ ફોટો.ફાઇલ ફોટો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી